Homeગામનાં ચોરેજમ્મુમાં વડાપ્રધાન મોદીના સભા સ્થળથી થોડે દૂર બ્લાસ્ટ

જમ્મુમાં વડાપ્રધાન મોદીના સભા સ્થળથી થોડે દૂર બ્લાસ્ટ

Team Chabuk-Gujarat Desk: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જમ્મુ-કાશ્મીરની મુલાકાતના થોડા કલાકો પહેલા જ જમ્મુમાં શંકાસ્પદ બ્લાસ્ટના કારણે ખળભળાટ મચી ગયો હતો. આજે રવિવારે સવારે થયેલા આ બ્લાસ્ટથી સુરક્ષા એજન્સીઓની ચિંતા વધી ગઈ છે. બ્લાસ્ટ જમ્મુના બિશ્નાહના લલિયાના ગામમાં થયો છે. અહીંથી વડાપ્રધાન મોદીનું રેલી સ્થળ 7 થી 8 કિલોમીટરના અંતરે આવ્યું છે. આ સાથે જ આ વિસ્ફોટને કારણે જમીનમાં દોઢ ફૂટ ઊંડો ખાડો પડી ગયો હતો.

આ વિસ્ફોટની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. પોલીસનું કહેવું છે કે બિશ્નાહના લાલિયન ગામમાં ખુલ્લી ખેતીની જમીનમાં ગામલોકોએ એક શંકાસ્પદ વિસ્ફોટની જાણ કરી હતી. અત્યાર સુધીની તપાસમાં વીજળી પડવાની કે ઉલ્કા પડવાની શક્યતા છે. અમારી તપાસ ચાલુ છે.

શુક્રવારે હુમલો કરવાનો પ્રયાસ થયો હતોવડાપ્રધાન નરેન્દ્ર મોદીના જમ્મુ-કાશ્મીર પ્રવાસ પહેલા શુક્રવારે આતંકવાદીઓએ આત્મઘાતી હુમલાની યોજના ઘડી હતી, પરંતુ CISFની સમય સૂચકતાને કારણે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આ પ્રયાસને નિષ્ફળ થયો હતો. સુરક્ષા જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 2 શંકાસ્પદ પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા હતા. એન્કાઉન્ટરમાં CISFનો એક અધિકારી પણ શહીદ થયો હતો. આ એન્કાઉન્ટર જમ્મુની બહાર સુંજવાનમાં થયું હતું.

coop mumbai

આતંકવાદીઓ આત્મઘાતી હતા. આ એન્કાઉન્ટર બાદ સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે, આતંકીઓ ફિદાયીન હતા અને તેઓ સુસાઈડ જેકેટ પહેરીને આવ્યા હતા. આતંકીઓ પાસેથી બે એકે-47 અને ગ્રેનેડ પણ મળી આવ્યા છે. આ સાથે તેમની પાસેથી એક સુસાઈડ જેકેટ પણ મળી આવ્યું હતું. સુંજવાનમાં જ્યાં આ એન્કાઉન્ટર થયું છે તે વડાપ્રધાન મોદીની સભા સ્થળથી માત્ર 15 કિમી દૂર છે. આ હુમલા બાદ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments