Team Chabuk-Gujarat Desk: કેરલ નજીક ચોમાસુ પહોચી ગયું છે. એક-બે દિવસમાં ચોમાસુ કેરલમાં બેસી જશે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસુ બેઠા પછી 15 દિવસ બાદ મુંબઇ અને દક્ષિણ ગુજરાત થઇને ગુજરાતમાં ચોમાસુ પ્રવેશતું હોય છે. વાતાવરણમાં થતા બદલાવને આધારે કેરળમાં ચોમાસુ બેસવાની તારીખ ચાર દિવસ આગળ-પાછળ થઇ શકે છે. હવામાન વિભાગના મુજબ હાલ ચોમાસુ લક્ષદ્વીપ અને માલદીવ પાસે પહોંચ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગામી પાંચ દિવસ વાવાઝોડું આવશે. 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે.

હવામાન વિભાગના મતે 5 જૂને અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. 7 જૂન આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન લો-પ્રેશર બની શકે છે. જેને લઈ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 7 થી 11 જૂન વચ્ચે ભારે વરસાદ વરસી શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
