Homeગુર્જર નગરીશેરબજારમાં પડતા પહેલાં ચેતજો: પિતાએ પુત્રના લગ્ન માટે 80 લાખમાં જમીન વેચી,...

શેરબજારમાં પડતા પહેલાં ચેતજો: પિતાએ પુત્રના લગ્ન માટે 80 લાખમાં જમીન વેચી, પુત્ર શેરબજારમાં લાખો હારી જતાં આત્મહત્યા કરી લીધી

Team Chabuk-Gujarat Desk: હાલ રશિયા અને યુક્રેનના યુદ્ધના કારણે શેરબજારમાં તેની અસર જોવા મળી રહી છે. યુદ્ધ બાદ શેરબજાર નીચે ગયું અને હજારો લોકોના રૂપિયા ફસાયા. કેટલાક લોકોએ લાખો કરોડો રૂપિયા પણ ગુમાવ્યા. ગુજરાતનો પણ આવો એક ચોંકાવનારો અને આંખ ઉગાડનારો કિસ્સો સામે આવ્યો છે.

રાજકોટમાં 25 વર્ષીય યુવકે શેરબજારમાં નાણાં ડૂબી જવાના કારણે આત્મહત્યા કરી લીધી. મળતી માહિતી મુજબ રાજકોટના મોરબી રોડ પર આવેલા સેટેલાઈટ ચોક પાસે બ્રમ્હાણી પાર્કની શેરી નંબર 1માં રહેતા રોહિત ગોરધન રૈયાણી નામના યુવકે જીવન ટૂંકાવી લીધુ. રોહિતે પોતાના ઘરના ઉપરના માળે બારીની એન્ગલમાં ચાદર બાંધી ગળે ફાંસો લગાવી અંતિમ પગલું ભરી લીધુ.

પરિવારજનોએ જ્યારે તેને જમવા બોલાવ્યો તો તેણે કોઈ જવાબ ન આપ્યો. પરિવારજનો જ્યારે તેને બલાવવા ગયા તો તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ.. તેમનો પુત્રનો મૃતદેહ લટકી રહ્યો હતો. તાત્કાલિક પરિવારના સભ્યોએ 108ને ફોન કર્યો અને હોસ્પિટલ લઈ ગયા. જો કે, ડૉક્ટરે રોહિતને મૃત જાહેર કર્યો. બનાવની જાણ થતાં પોલીસ રોહિતના ઘરે પહોંચી અને તપાસ હાથ ધરી.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, રોહિતના પિતાએ થોડા સમય પહેલાં જ જમીન વેચી હતી. જે જમીનના 80 લાખ રૂપિયા મળ્યા હતા. આ રૂપિયા પુત્રના લગ્ન અગાઉ લીધેલી લોન ચુકવ્યા બાદ 67 લાખ રૂપિયા વધ્યા હતા. આ રૂપિયાને રોહિતે શેરબજારમાં રોકી દીધા હતા. પિતાએ જ્યારે રોહિતને આ રૂપિયા વિશે પૂછ્યું તો રોહિતે શેરબજારમાં રૂપિયા ડૂબી ગયા હોવાનું જણાવ્યું હતું. આ બાદ રોહિતે આત્મહત્યા કરી લીધી.

તાજેતાજો ઘાણવો


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments