Homeગુર્જર નગરીનવરાત્રિઃ જાણી લો ઘટસ્થાપન, અખંડ જ્યોત અને જ્વારારોપણ માટેનો શુભ મુહૂર્ત

નવરાત્રિઃ જાણી લો ઘટસ્થાપન, અખંડ જ્યોત અને જ્વારારોપણ માટેનો શુભ મુહૂર્ત

Team Chabuk-Gujarat Desk: નવરાત્રિ શરૂ થઈ રહી છે. ખેલૈયાઓ ગરબે ઘૂમવા આતુર છે. તો બીજી તરફ નવરાત્રિના આ નવ દિવસ દરમિયાન દેવી દુર્ગા નવ દિવસ માટે પૃથ્વી પર આવે છે અને તમામ ભક્તો માતાને પ્રસન્ન કરવા માટે ખાસ પૂજા અને નવ દિવસ ઉપવાસ કરે છે. આ વર્ષે નવરાત્રિનો તહેવાર 9 દિવસને બદલે 8 દિવસ ચાલશે. પ્રતિપદા તિથિ પર નવરાત્રિના પ્રથમ દિવસે કળશની સ્થાપના સાથે દેવી દુર્ગાના પ્રથમ સ્વરૂપની પૂજા કરીને નવરાત્રિનો તહેવાર શરૂ થશે.

નવરાત્રિના શુભ મુહૂર્તની વાત કરીએ તો પ્રથમ દિવસે જ ઘટસ્થાપન, અખંડ જ્યોત અને જ્વારારોપણ સવારે 6.30થી 8.10 વાગ્યા સુધી છે. અભિજીત મુહૂર્ત સવારે 11.45થી 12.03 વાગ્યા સુધી છે. નવરાત્રિના આઠમનું ખૂબ મહત્વ હોય છે, જે 13મી ઓક્ટોબરે છે અને ત્યારે ઉપવાસ તેમજ હવાનાષ્ટમી, હવન પૂજા કરી શકાશે. આસો માસના પ્રારંભ સાથે નવ દિવસની નવરાત્રિ હોય છે, પરંતુ આ વર્ષે ચોથનો ક્ષય હોવાથી 12 ઓક્ટોબરે મંગળવારે આખો દિવસ સાતમ છે અને રાતે 9.49 વાગ્યે તે પૂરી થવાની સાથે આઠમની શરૂઆત થશે.

આ વર્ષે નવરાત્રિના અલગ રંગ જોવા મળશે. મોટા પાર્ટી પ્લોટમાં આ  વર્ષે પણ ખેલૈયાઓ ગરબે નહીં રમી શકે. આ ઉપરાંત શેરી ગરબામાં પણ 400 લોકો જ ગરબે રમતા જોવા મળશે. જે લોકોએ વેક્સિન લીધી હશે તેઓ જ ગરબા રમી શકશે. જેમણે રસી નહીં લીધી હોય તેમને પ્રવેશ આપવામાં નહીં આવે.

advertisement-1

ઉલ્લેખનીય  છે કે, કોરોનાના કારણે ઉજવણી પર અંકૂશ લગાવાયો છે. જેથી જ સરકારે પણ લોકોને ઉજવણીની સાથે સાથે સાવચેતી રાખવા પણ અપીલ કરી છે. કારણ કે, કોરોના વાયરસ હજુ સંપુર્ણપણે ગયો નથી. ઉજવણી દરમિયાન એ વાતનું ધ્યાન રાખવાનું છે કે, કોરોના આપણી વચ્ચે જ છે. આ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંંઘવીએ કહ્યું હતું કે, નિયમો પ્રમાણે ગરબાનું આયોજન થતું હશે તો પોલીસ હેરાન નહીં કરે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments