Team Chabuk-Gujarat Desk: પેટ્રોલ-ડીઝલ બાદ સીએનજીના ભડકે બળતા ભાવથી રિક્ષા ચાલકોની મુશ્કેલી વધી રહી છે. ત્યારે અમદાવાદ રિક્ષા યૂનિયન તરફથી જો ભાવ વધારો પરત નહીં ખેચવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અમદાવાદમાં અદાણી ગેસના ભાવમાં પ્રતિ કિલોગ્રામે 1.63 રૂપિયાનો વધારો કરાયો છે. જે બાદમાં નવો ભાવ 61.49 રૂપિયા પ્રતિ એક કિલોગ્રામ થયો છે.
અમદાવાદ રિક્ષા યૂનિયનના પ્રમુખે મીડિયા સાથેનની વાતચીતમાં જણાયું હતું કે, “મોંઘવારી સતત વધી રહી છે. સરકારને અનેકવાર જાણ કરી છે કે, ભાવ વધારો થઈ રહ્યો છે તે ખોટું છે. સરકારે આ કંપનીઓ પર નિયંત્રણ રાખવું જોઈએ. 6-12 મહિના ભાવ વધે તો યોગ્ય છે. રિક્ષાનું ભાડું પણ એક વર્ષે વધતું હોય છે. છેલ્લા ત્રણ વર્ષથી રિક્ષા ભાડું વધાર્યું નથી.”
ગુજરાતમાં સૌથી વધુ પોરબંદરમાં CNGનો ભાવ 67.06 રૂપિયા પ્રતિ કિલોગ્રામે પહોંચ્યો છે. આ ઉપરાંત અમદાવાદમાં CNGના પ્રતિકિલો 61.49 રૂપિયા, સુરેન્દ્રનગરમાં 60.49 રૂપિયા, વડોદરામાં 59.95 રૂપિયાએ ભાવ પહોંચ્યો છે.
પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી સામાન્ય વર્ગ ત્રાહિમામ પોકારી ગયો છે. બીજી તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા લોકો હવે સીએનજી (CNG price rise) તરફ વળ્યા છે. અમદાવાદમાં છેલ્લા એક અઠવાડિયામાં જ સીએનજીના ભાવમાં પ્રતિ એક કિલોગ્રામે 5.19 રૂપિયાનો વધારોર થયો છે. રિક્ષાચાલકોએ કહ્યું કે, તેમને ચાર કિલો ગેસ ભરાવવાના 20 રૂપિયાથી વધુ રૂપિયા ચુકવવા પડી રહ્યા છે. બીજી તરફ ભાડું એનું એ જ છે. રિક્ષાચાલકોએ ગેસના ભાવ ઘટાડવાની માગણી કરી છે.

ઉલ્લેખની છે કે, રાજ્યમાં મોંઘવારીનો માર વધ્યો છે. પેટ્રોલ-ડીઝલ અને CNG ઉપરાંત શાકભાજી અને ફળોના ભાવમાં પણ વધારો છે છે. જેને લઈને ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. આમ, તમામ રીતે મોંઘવારીની ચક્કીમાં સામાન્ય માણસો પિસાયા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત