Homeગામનાં ચોરેકોરોનાકાળમાં ગરીબો, અસહાયો અને વૃદ્ધોને સીધા તેમના ખાતામાં આર્થિક સહાય આપી છે:...

કોરોનાકાળમાં ગરીબો, અસહાયો અને વૃદ્ધોને સીધા તેમના ખાતામાં આર્થિક સહાય આપી છે: મોદી

Team Chabuk-Gujarat Desk: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની સ્થાપના દિવસના કાર્યક્રમ પર દેશની જનતાને સંબોધન કર્યું હતું. વક્તવ્યમાં તેમણે હાલની જ ઘટનાઓને લઈ વિપક્ષ પર નિશાનો સાધ્યો હતો. મોદીએ માનવધિકારની વાત કરતા કહ્યું કે, આનાથી સંલગ્ન વધુ એક પક્ષ છે. જેની ચર્ચા હું આજે કરવા ઈચ્છું છું. હાલના સમયે માનવાધિકારની વ્યાખ્યા કેટલાક લોકો પોત પોતાની રીતે, પોત પોતાના હીતોને જોઈ કરે છે.

advertisement-1

પ્રધાનમંત્રીએ માનવાધિકારની માનસિકતા વિશે વાત કરતા વધુમાં કહ્યું કે, એક જ પ્રકારની કોઈ ઘટનામાં કેટલાક લોકોને માનવાધિકારનું હનન દેખાય છે અને એવી જ કોઈ બીજી ઘટનામાં તેમને માનવાધિકારનું હનન નથી દેખાતું. આ પ્રકારની માનસિકતા પણ માનવાધિકારને ખૂબ જ વધારે નુકસાન પહોંચાડે છે. માનવાધિકારનું વધારે પ્રમાણમાં હનન ત્યારે થાય છે જ્યારે તેને રાજનીતિના રંગથી જોવામાં આવે છે. રાજનીતિના ચશ્માંથી જોવામાં આવે છે. રાજનીતિના નફા-નુકસાનના ત્રાજવામાં તોલવામાં આવે છે. આ પ્રકારનો પસંદગીનો વ્યવહાર, લોકતંત્ર માટે પણ એટલો જ નુકસાનદાયક હોય છે.

advertisement-1

પોતાના સંબોધનમાં મોદીએ ગરીબો, દિવ્યાંગો અને મુસ્લિમ મહિલાઓના અધિકારની વાત કરતા કહ્યું કે, ભારતે આ જ કોરોનાકાળમાં, ગરીબો, અસહાયો અને વૃદ્ધોને સીધા તેમના ખાતામાં આર્થિક સહાય આપી છે. પ્રવાસી શ્રમિકો માટે વન નેશન વન રાશન કાર્ડની સુવિધા પણ શરૂ કરી છે. જેથી તેઓ દેશમાં ક્યાંય પણ જાય, તેમને અનાજ માટે ભટકવું ન પડે.

advertisement-1

પ્રધાનમંત્રીએ પેરાઓલિમ્પિકનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આપણા દિવ્યાંગ ભાઈ-બહેનોની શું શક્તિ છે. એ આપણે હાલના પેરાઓલિમ્પિકના અનુભવમાંથી જોયું. ગત વર્ષોમાં દિવ્યાંગોને સશક્ત કરવા માટે પણ કાયદા બનાવવામાં આવ્યા છે. તેમને નવી સુવિધાઓ સાથે જોડવામાં આવ્યા છે.

advertisement-1

પ્રધાનમંત્રીએ કહ્યું કે, આજે મહિલાઓ માટે વ્યવસાયના અનેક વિભાગોને ખોલવામાં આવ્યા છે. તેઓ 24 કલાક સુરક્ષાની સાથે કામ કરી શકે. તેને સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. દુનિયાના મોટા મોટા દેશ આવું નથી કહી રહ્યા, જોકે ભારત આજે કરિયર વૂમનને 26 અઠવાડિયાની પેઈડ મેટરનિટી લીવ આપી રહ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments