Homeગામનાં ચોરેબાળકો માટેનું કોરોના કવચઃ 2 થી 18 વર્ષના બાળકો માટે કોરોના વેક્સિનને...

બાળકો માટેનું કોરોના કવચઃ 2 થી 18 વર્ષના બાળકો માટે કોરોના વેક્સિનને મંજૂરી

Team Chabuk-Gujarat Desk: કોરોના વાઇરસના સામે લડવામાં વેક્સિન સૌથી કારગર નિવડી હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. કોરોનાની બીજી લહેર પણ હવે દેશમાં ધીમી પડી ગઈ છે. જેનું સૌથી મોટું કારણ કોરોનાની વેક્સિન માનવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી 18 થી વધુ વયના લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી રહી હતી. પરંતુ હવે 2 વર્ષથી લઈને 18 વર્ષના બાળકો માટે પણ કોરોના રસી તૈયાર છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ ભારત બાયોટેકની કોવેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. ભારતમાં બાળકો માટે મંજૂરી મેળવનારી આ પહેલી કોરોના રસી છે. ભારત બાયોટેક અને ICMR એ મળીને આ કોવેક્સિન રસી બનાવી છે. આ રસી સંપૂર્ણ સ્વદેશી રસી છે.

ભારત બાયોટેકે (Bharat Biotech) સપ્ટેમ્બરમાં બાળકો પર રસીની ટ્રાયલ પૂરી કરી હતી અને ક્લિનિકલ ટ્રાયલ્સમાં લગભગ 78 ટકા અસરકાર સાબિત થઈ હતી. કંપની દ્વારા ડેટા સબમિટ થયા બાદ DCGI એ સમીક્ષા કર્યા બાદ કંપની પાસે એડિશનલ ડેટા માંગ્યો હતો. જે શનિવારે સબમિટ કરી દેવાયો હતો. ગઈકાલે પણ આ અંગે સબ્જેક્ટ કમિટી એટલે કે SEC ની બેઠક થઈ હતી અને આજે થયેલી બેઠકમાં 2થી 18 વર્ષના બાળકો માટે કોવેક્સિન રસીને મંજૂરી આપવામાં આવી.

બાળકોને બે ડોઝ અપાશે

ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) થી મંજૂરી મળ્યા બાદ ઝડપથી 2 થી 18 વર્ષના બાળકોને રસી આપવાના અભિયાનની શરૂઆત કરવામાં આવશે. બાળકોને કોવેક્સિનના બે ડોઝ આપવામાં આવશે.

લાંબી ટ્રાયલ બાદ મળી મંજૂરી

બાળકો માટેના વેક્સિનેશનને મંજૂરી મળતા પહેલા કોવેક્સિનને લાંબી ટ્રાયલ પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું છે. ભારત બાયોટેકે 18 થી ઓછી વયના બાળકો પર ત્રણ તબક્કામાં ટ્રાયલ પૂર્ણ કરવામાં આવ્યું છે. સપ્ટેમ્બરમાં બીજા અને ત્રીજા તબક્કાનું ટ્રાયલ પૂરું કરી લેવામાં આવ્યું હતું. ત્યાર બાદ ભારત બાયોટેકની કોવેક્સિનને બાળકોને વેક્સિનેશન માટેની મંજૂરી આપવામાં આવી છે.

advertisement-1

દેશમાં 95.89 કરોડ ડોઝ અપાયા

ભારતમાં કોરોના રસી અભિયાનની શરૂઆત 16 જાન્યુઆરીના રોજ થઈ હતી. અત્યાર સુધીમાં 18 વર્ષથી ઉપરના લોકોને રસી મૂકાઈ રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશભરમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 95 કરોડ 89 લાખ 78 હજાર 49 ડોઝ આપવામાં આવ્યા છે. ભારતમાં 68 કરોડ 65 લાખ 80 હજાર 570 લોકો ઓછામાં ઓછા એક ડોઝ લઈ ચૂક્યા છે. જ્યારે 27 કરોડ 23 લાખ 97 હજાર 479 લોકો રસીના બંને ડોઝ લઈ ચૂક્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments