Team Chabuk-Gujarat Desk: સાબરકાંઠાના હિંમતનગરના ગાંભોઈમાં GEB પાસેના ખેતરમાંથી જમીનમાં દાટેલી નવજાત બાળકી મળી આવવા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. બાળકીની માતાએ કબૂલાત કરી છે કે, તેણે જ બાળકીને ખેતરમાં દાટી હતી. હાલ પોલીસે આરોપી દંપતીને ઝડપી લઈ વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપી દંપતીને કડી તાલુકામાં આવેલ નંદાસણની નજીક ડાંગરવા ગામથી ધરપકડ કરી છે.
આરોપી માતએ પોલીસ સમક્ષ કબૂલ્યું છે કે, પરિવારની આર્થિક સ્થિતિ નાજૂક હોવાને કારણે તેઓ બીજા બાળકનું ભરણપોષણ કરી શકે તેમ ન હતા. તેથી બાળકીને દાટી દાટી દીધી હતી. તેઓ છેલ્લા 15 દિવસથી સાસરી ગાંભોઈમાં આવ્યાં હતાં. ગાંભોઈ પોલીસે ધરપકડ કરી તેમની પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, માતાએ જ બાળકીને ખાડો ખોદી દાટી દીધી હતી જ્યારે પિતાએ આ સમયે વોચ રાખી હતી.
ગુરૂવારે ખેતમજૂર મહિલાને માટીમાં કાંઈક હલતું દેખાતાં તેણે બૂમાબૂમ કરતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ત્યાં ખોદતાં જમીનમાંથી નવજાત બાળકી મળી આવી હતી. દાટેલું નવજાત શિશુ જીવિત હોવાની જાણ થતાં લોકોએ તેને હોસ્પિટલ મોકલ્યું હતું. કેટલાક લોકોને દાટેલી બાળકી જીવિત હોવાની વાતને ચમત્કાર પણ ગણાવી હતી. જો કે, આ મુદ્દે તબીબોએ જણાવ્યું હતું કે, નાળના કારણે નવજાતને ઓક્સિજન મળતો રહે છે. જેથી તે માટીની અંદર પણ જીવતી રહી.
જીવિત નવજાત શિશુને 108 મારફત હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયું હતું. તો આ અંગે ગાંભોઇ પોલીસને જાણ કરાતાં તે પણ ઘટવાસ્થળે દોડી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
