Homeગુર્જર નગરીઅમદાવાદઃ ઘાટલોડિયામાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા યોજાઈ 1551 ફૂટ લાંબા તિરંગા સાથે યાત્રા,...

અમદાવાદઃ ઘાટલોડિયામાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા યોજાઈ 1551 ફૂટ લાંબા તિરંગા સાથે યાત્રા, મુખ્યમંત્રી રહ્યા હાજર

Team Chabuk-Gujarat Desk: દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત પોતાના મતવિસ્તાર ઘાટલોડિયામાં આજે યોજાયેલી તિરંગા યાત્રાનો ફ્લેગ ઓફ કરાવીને પ્રારંભ કરાવ્યો હતો. જ્ઞાનદા ગર્લ્સ હાઇસ્કુલ દ્વારા આયોજિત આ તિરંગા યાત્રામાં શાળાની વિદ્યાર્થીનીઓએ શહેરમાં સૌપ્રથમવાર ૧૫૫૧ ફૂટ લાંબા તિરંગા સાથે યાત્રા યોજી હતી.

HAR GHAR TIRANGA YATRA

ઘાટલોડિયાના કે.કે.નગર પાસે ઉમિયા હોલ થી પ્રભાતચોક સુધીના ગૌરવપથ પર યોજાયેલી તિરંગા યાત્રામાં કુલ ૩૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને તિરંગાનું ગૌરવ વધાર્યું હતું. આ યાત્રામાં વિશાળ તિરંગા સહિત રાષ્ટ્રપ્રેમની ઝાંખી કરાવતી વેશભૂષા, શારીરિક વ્યાયામ અને અંગ કસરત પ્રદર્શનો, સંગીત-નૃત્યો તેમજ દેશપ્રેમની ભાવના દર્શાવતા બેનરો અને પોસ્ટરો સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

HAR GHAR TIRANGA YATRA (2)

આ પ્રસંગે અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણાધિકારી આર.આર.વ્યાસ, ભાજપા શહેર પ્રમુખ અમિત શાહ અને સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહ, સહપ્રવકતા ડૉ. ઋત્વિજ પટેલ તેમજ કોર્પોરેટરો, અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments