Homeગુર્જર નગરીસાબરકાંઠાઃ વિજયનગર રોડ પર ઈકો અને રીક્ષા વચ્ચે અકસ્માત, 2 માસૂમ બાળકો...

સાબરકાંઠાઃ વિજયનગર રોડ પર ઈકો અને રીક્ષા વચ્ચે અકસ્માત, 2 માસૂમ બાળકો સહિત 3નાં મોત

Team Chabuk-Gujarat Desk:  સાબરકાંઠાના ઈડર-વિજયનગર પોળ જવાના હાઈવે પર રીક્ષા અને ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો. જેમાં બે બાળકો સહિત ત્રણ લોકોના મોત થયા છે અને સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે.

rps baby world

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કડિયાદરા નજીક ઈકો કાર અને રીક્ષા સામસામે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં રીક્ષાચાલક સહિત રીક્ષામાં સવાર પરિવારના બે માસૂમ બાળકોના ઘટનાસ્થળે મોત થયા હતા અને અન્ય સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે  જેમાં બે લોકોની હાલત ગંભીર છે. ઈજાગ્રસ્તોને તત્કાલિક સારવાર માટે ઈડરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

મળતી માહિતી અનુસાર એક પરિવાર પોલો ફોરેસ્ટ પરથી ફરીને ઘરે પરત ફરી રહ્યો હતો આ દરમિયાન ઈડર તાલુકાના કડિયાદરા અને ચોરવાડ વચ્ચે તેમની રિક્ષાને અકસ્માત નડ્યો હતો. અહીં પૂરપાટ ઝડપે આવતી ઈકો કાર તેમની રીક્ષા સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતના પગલે અફરા તફરી મચી ગઈ હતી. બીજી તરફ બે માસૂમ બાળકોને ગંભીર ઈજા થતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ થયા હતા. આ ઉપરાંત અન્ય એક વ્યક્તિનું પણ મૃત્યુ નિપજ્યું હતું.

અકસ્માત થયા બાદ આસપાસમાં હાજર લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા તેમજ તાત્કાલિક 108ને પણ જાણ કરી દીધી હતી. બનાવની જાણ થતાં જ 108ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંગી ગઈ હતી અને ઈજાગ્રસ્તોની પ્રાથમિક સારવાર શરૂ કરી તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા.મૃતક અને ઈર્જાગ્રસ્તો હિંમતનગરના આકોદરા અને પ્રાંતિજના ઓરણ ગામના છે. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોમાં નરેન્દ્ર સિંહ બાબુભાઈ મકવાણા, વંશ કમલેશભાઈ પરમાર, હેતાર્થ નરેન્દ્ર સિંહ મકવાણા હોવાનું સામે આવ્યું છે.

rps baby world

અકસ્માતના પગલે થોડીવાર માટે ટ્રાફિકજામ થઈ ગયો હતો. આ ઉપરાંત ઈકો કાર અને રિક્ષાનો પણ કચ્ચરઘાણ વળી ગયો છે. રિક્ષાની હાલત જોઈને જ અકસ્માતની ગંભીરતા સમજી શકાય છે.  તસવીરમાં જોઈ શકાય છે કે, રીક્ષાનો એક ભાગ જ તૂટી ગયો છે. ફરવા ગયેલો પરિવાર મોજ મસ્તીથી ઘરે પરત ફરી રહ્યો હતો પરંતુ અકસ્માતના કારણે તેમની ખુશી દુઃખમાં પરિવર્તિત થઈ ગઈ હતી. પરિવારના બાળકોના મૃત્યુના પગલે સમગ્ર પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે.કોરોનાકાળમાં લોકડાઉન સમયે અકસ્માતની ઘટનામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ લોકડાઉનમાં છૂટછાટ બાદ ફરી રોડ અકસ્માત વધ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments