Team Chabuk-Gujarat Desk: સાળંગપુર કષ્ટભંજન દેવનો જઉં-દાળિયાના એક-એક દાણા-દાણા પર દાદા-દાદા લખી અનોખો શણગાર કરાયો.

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ અને શતામૃત મહોત્સવ સાળંગપુરધામમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસ (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી મંગળવાર નિમિતે કષ્ટભંજનદેવ દાદાને ૨૫૫૦૦ જઉં- દાળિયાના ધાન્યનો દિવ્ય શણગાર ધરાવાયો હતો.

દાદાના સિંહાસનને જઉં- બાજરો-જુવાર વિગરે ધાન્યનો શણગાર કરી સવારે 5:૩૦ કલાકે પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી કરાઈ હતી.

ત્યારબાદ સવારે 7:૦૦ કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજની એક-એક દાણા પર “દાદા”નું નામ લખી ભક્તોએ આકર્ષક શણગાર કરી ભક્તિ અર્પણ કરી હતી.

મહત્વનું છે કે, હિન્દુ ધર્મમાં મંગળવારને ભગવાન હનુમાનનો દિવસ માનવામાં આવે છે.

આ દિવસે ભગવાન હનુમાનના ભક્તો વિધિવત પૂજા અર્ચના કરે છે અને વ્રત રાખે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત