Team Chabuk-Sports Desk: ભારતીય ટીમના ઓલરાઉન્ડર અક્ષર પટેલ પણ પૂજા કરવા ઉજ્જૈનના મહાકાલ મંદિર પહોંચી ગયો છે. અક્ષર તેની પત્ની સાથે મહાકાલના દરબારમાં પહોંચ્યો હતો, જ્યાં તેણે ભસ્મ આરતીમાં પણ ભાગ લીધો હતો. હવે અક્ષર પટેલ મહાકાલના દરબારમાં પૂજા કરતા હોવાની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
રવિવારે ક્રિકેટર કેએલ રાહુલ પત્ની આથિયા શેટ્ટી સાથે ભગવાન મહાકાલના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. તેમણે ભસ્મ આરતીમાં પણ ભાગ લીધો હતો. આ પછી ગર્ભગૃહમાં જલાભિષેક દ્વારા પૂજા કરવામાં આવી હતી. તાજેતરમાં કેએલ રાહુલે લગ્ન કર્યા છે. સોમવારે ક્રિકેટર અક્ષર પટેલ પણ પત્ની મેહા પટેલ સાથે ભગવાન મહાકાલના આશીર્વાદ લેવા પહોંચ્યો હતો. તેણે ભસ્મ આરતી જોઈ. આ પછી ગર્ભગૃહમાં પૂજા પણ કરવામાં આવી હતી.
Ujjain Indian cricketer Axar Patel along with wife Meha participated in Bhasma Aarti at Mahakal temple.@akshar2026 #aksharpatel #axarpatel #mahakal #अक्षरपटेल #महाकालेश्वर pic.twitter.com/OtFDDfIUtB
— Priyathosh Agnihamsa (@priyathosh6447) February 27, 2023
અક્ષર પટેલે જણાવ્યું કે તે 5 વર્ષ પહેલા ભગવાન મહાકાલના આશીર્વાદ લેવા ઉજ્જૈન પહોંચ્યો હતો, પરંતુ ભસ્મ આરતી જોઈ શક્યો ન હતો. ત્યારથી તેને ભસ્મ આરતી જોવાની ઈચ્છા હતી. આજે તેની ઈચ્છા પૂરી થઈ છે. ભસ્મ આરતી જોઈને નવવિવાહિત યુગલ ખૂબ જ ખુશ અને સંતુષ્ટ દેખાતા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત