Team Chabuk-Sports Desk: તાજેતરમાં જ ભારતીય વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત અકસ્માતનો શિકાર બન્યો હતો. આ અકસ્માતમાં ઋષભ પંતને ગંભીર ઈજા થઈ હતી. હાલ તે ક્રિકેટથી દૂર છે. ઋષભ પંત IPL 2023નો ભાગ નહીં હોય, તે દિલ્હી કેપિટલ્સ માટે મોટો ફટકો માનવામાં આવે છે. જો કે, ઋષભ પંત ક્યારે ક્રિકેટના મેદાનમાં વાપસી કરશે… આ પ્રશ્ન યથાવત છે. હવે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ આ સવાલનો જવાબ આપ્યો છે. દાદાએ કહ્યું ઋષભ પંત ક્યારે ક્રિકેટના મેદાનમાં પરત ફરશે.
સૌરવ ગાંગુલીનું માનવું છે કે ઋષભ પંતને મેદાનમાં પાછા ફરતા લગભગ 2 વર્ષ લાગી શકે છે. તેણે કહ્યું કે મેં ઋષભ પંત સાથે ઘણી વખત વાત કરી છે. તેમના માટે આ મુશ્કેલ સમય છે. તે અકસ્માત બાદ ઋષભ પંતે સર્જરી કરાવી, મારી શુભકામનાઓ તેની સાથે છે. ભૂતપૂર્વ ભારતીય સુકાનીએ કહ્યું કે ઋષભ પંતને મેદાનમાં વાપસી કરવામાં એક વર્ષ લાગશે અથવા તો 2 વર્ષ પણ લાગી શકે છે, પરંતુ મને ખાતરી છે કે તે ભારત માટે ફરીથી મેદાન પર ચોક્કસપણે દેખાશે.
વાસ્તવમાં સૌરવ ગાંગુલી દિલ્હી કેપિટલ્સના ક્રિકેટ ડાયરેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે. જોકે, BCCI પ્રમુખ બન્યા બાદ તેમણે દિલ્હી કેપિટલ્સના ક્રિકેટ ડિરેક્ટરનું પદ છોડી દીધું હતું, પરંતુ ફરી એકવાર તેઓ ટૂંક સમયમાં આ જવાબદારીમાં જોવા મળશે.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા