Homeગુર્જર નગરીગુજરાતમાં અડધી રાત્રે બારે મેઘ ખાંગા, ભારે વરસાદે રાજકોટ, ભાવનગર સહિતના શહેરોને...

ગુજરાતમાં અડધી રાત્રે બારે મેઘ ખાંગા, ભારે વરસાદે રાજકોટ, ભાવનગર સહિતના શહેરોને ધમરોળ્યાં

Team Chabuk-Gujarat Desk: ઈતિહાસ તપાસતા ખ્યાલ આવશે કે આ રીતે ગુજરાતના વાતાવરણે કોઈ દિવસ પલ્ટો માર્યો નથી. હવામાન વિભાગ દ્વારા આગાહી કરી જ દેવામાં આવી હતી કે રાતના બારથી બે વાગ્યાની વચ્ચે ગુજરાતના મહત્વના ડાંગ, પંચમહાલ, અમરેલી, આણંદ, રાજકોટ,  સુરત, નવસારી, ભાવનગર, વલસાડ, ડાંગમાં મેઘો મંડાવાનો છે. લો પ્રેશરના પગલે મોડી રાત્રે સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા થયા હતા. કડાકા ભડાકા અને વીજળી પડવાના અવાજોના કારણે લોકો સફાળા બેઠા થઈ ગયા હતા. થોડીવાર સુધી તેમણે પણ પ્રકૃત્તિના આ રૌદ્ર સ્વરૂપના દર્શન કર્યા હતા.

rps baby world

ભાવનગરમાં કડાકા ભડાકા સાથે

ગઈકાલે ભાવનગર શહેરમાં રાતના સાડા આઠ વાગ્યા બાદ એકાએક વાતાવરણમાં આવેલા પલટાના કારણે અનરાધાર વરસાદ ખાબક્યો હતો. એક કલાકની અંદર જ બે ઈંચ વરસાદ પડી જતાં શેરીઓમાં પાણી ફરી વળ્યા હતા. નીચાણવાળા વિસ્તારોને વધારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો. બીજી બાજુ એકધારા વરસાદના કારણે વીજળી ડુલ થઈ ગઈ હતી. અડધા ભાવનગર શહેરમાં મોડી રાત સુધી વીજળીનો પુરવઠો ખોરવાયેલો રહ્યો હતો. કામ પતાવી ઘરે પરત ફરતા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આવી જ રીતે ભાવનગર શહેરની નજીક આવેલા મહુવાની પણ થઈ હતી. જ્યાં બે ઈંચ વરસાદ ખાબકી ગયો હતો. ભાવનગર માટે તો આ મીની વાવાઝોડુ જ હતું.

rps baby world

સપ્ટેમ્બરમાં આટલો વરસાદ કેમ?

ભાદરવામાં ભરપૂર બની મેઘરાજા કોઈ દિવસ વરસતા નથી. આ તેમના ગમનનો ગાળો હોય છે. ગત મહિનાના અન્ત સુધીમાં તો ચોમાસુ મોટાભાગના વિસ્તારોમાંથી વિદાય લઈ ચૂક્યું હોય છે. ત્યારે આ ઉલટી ગંગા પાછળનું કારણ લો પ્રેશર છે. લો પ્રેશરમાં થઈ રહેલા અવિરત ફેરફારના કારણે વરસાદની મન્થલી પેટર્નમાં પણ ફેરફારો જોવા મળી રહ્યા છે. આ વખતે સપ્ટેમ્બર મહિનામાં લો પ્રેશરની સિસ્ટમ બનીને આવી હોવાના કારણે અનરાધાર વરસાદ પડ્યો.

rps baby world

આણંદમાં એક કલાક

ભાવનગર જેવી જ સ્થિતિ આણંદની પણ થઈ હતી. અહીં મોડી રાત સુધી વરસાદ ચાલુ રહ્યો હતો. ગઈકાલે મંગળવારથી આણંદ પર ચોમાસું કૃપા વરસાવી રહ્યું છે. શહેરની આસપાસના તાલુકા અને ગામડામાં પણ ઝરમર વરસાદ પડી રહ્યો છે. એક કલાકથી વધારે સમય વરસાદ રહેતા બફારાથી શહેરીજનોને છૂટકારો મળ્યો હતો. રાતે વાતાવરણમાં પરિવર્તન આવતા એક કલાકથી વધારે સમય સુધી મેઘરાજા આણંદ પર અમીટ રહી ગયા હતા.

rps baby world

રંગીલું રાજકોટ

મોડી રાતના એક વાગ્યે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજકોટ શહેરમાં વરસાદ તૂટી પડ્યો હતો. સોશિયલ મીડિયા પર વરસાદના આ સ્વરૂપને રાજકોટવાસીઓ બારે મેઘ ખાંગા કહી બિરદાવી રહ્યા હતા. વીજળીના કડાકા ભડાકા સાથે પડેલા આ વરસાદે શેરીઓને નદીમાં પરિવર્તિત કરી દીધી હતી. નિયમ અનુસાર નીચાણવાળા વિસ્તારો તો જળમગ્ન થઈ જ ગયા હતા, પરંતુ આફત બની તૂટી પડેલા વરસાદે ચોમેર ફરી પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું. આ વર્ષે રાજકોટમાં નદી, નાળા, ડેમ બધું છલકાઈ ગયું છે. ને છતાં મેઘરાજા ખમૈયા કરવાનું નામ નથી લઈ રહ્યાં.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments