Team Chabuk-Sports Desk: આઈપીએલ 2021ની 42મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સને છ વિકેટથી પરાજય આપ્યો હતો. પ્રથમ બેટીંગ કરતા પંજાબે 20 ઓવરમાં 135 રનનો સામાન્ય સ્કોર બનાવ્યો હતો. જવાબમાં મુંબઈએ 19 ઓવરમાં 137 રન કરી મેત જીતી હતી. હાર્દિક પંડ્યાએ સિક્સ ફટકારી મેચને ફિનીશ કરી હતી. પંડ્યાએ 30 બોલમાં અણનમ 40 રનનું યોગદાન આપ્યું હતું.

આ જીતની સાથે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પોંઈન્ટ ટેબલમાં પાંચમાં ક્રમાંકે આવી ગઈ છે. તેણે અગિયાર મેચમાંથી પાંચમાં જીત મેળવી છે. ટીમના દસ પોંઈન્ટ છે. બીજી બાજુ પંજાબની ટીમ છઠ્ઠા નંબર પર ખસકી ગઈ છે. ટીમના અગિયાર મેચમાં આઠ પોંઈન્ટ છે. પંજાબે ચાર મેચ જીત્યા છે અને સાતમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. ચૈન્નઈની ટીમ પોંઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમે છે.
Kieron Pollard made his presence felt with 2 wickets & vital 15* & bagged the Man of the Match award as @mipaltan returned to winning ways. 👏 👏#VIVOIPL #MIvPBKS
— IndianPremierLeague (@IPL) September 28, 2021
Scorecard 👉 https://t.co/8u3mddWeml pic.twitter.com/R0IbccS6YD
પંજાબની શરૂઆત ખરાબ રહી હતી. કેપ્ટન કે.એલ.રાહુલ અને મંદીપ સિંહે પ્રથમ વિકેટ માટે 36 રન જોડ્યા હતા. મંદીપ 15 રન બનાવી પવેલિવયન પરત ફર્યો હતો. એ પછી કીરોન પોલાર્ડે મેચમાં શાનદાર બોલિંગ કરતા પોતાની પ્રથમ ઓવરમાં જ એક રન પર ઘાતક ક્રિસ ગેલ અને 21 રન પર કે.એલ.રાહુલને આઉટ કરી દીધા હતા. પોલાર્ડે ટી ટ્વેન્ટીમાં 300 વિકેટ પૂર્ણ કરી હતી. પોલાર્ડે બે મહત્વની વિકેટ લેતા પંજાબની ટીમ દબાણમાં આવી ગઈ હતી.
બુમરાહે બે રન પર નિકોલસ પૂરણને આઉટ કરી મુંબઈને ચોથી સફળતા અપાવી હતી. અડેન માર્કરામ અને દીપક હુડાએ સાતત્યતાપૂર્ણ બેટીંગ કરતા પાંચ વિકેટ માટે 61 રન જોડ્યા હતા. માર્કરામ ક્રિઝ પર ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યો હતો. જોકે એ સ્પિનર રાહુલ ચાહરની બોલિંગ પર આઉટ થઈ ગયો હતો. માર્કરામ 29 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 42 રન બનાવી આઉટ થયો હતો. માર્કરામની વિકેટ બાદ હુડા પણ 26 રન પર આઉટ થયો હતો. આ રીતે વીસ ઓવરમાં 6 વિકેટના નુકસાન પર પંજાબની ટીમ 135 રનમાં ઢેર થઈ ગઈ હતી.

136 રનના લક્ષ્યાંકનો પીછો કરવા માટે ઉતરેલી મુંબઈની ટીમે ત્રણ ઓવર સુધી કોઈ પણ વિકેટ ગુમાવી ન હોતી. ચોથી ઓવરમાં લેગ સ્પીનર રવિ બિશ્નોઈએ કમાલ કરી દીધી હતી. તેણે સતત બે બોલમાં રોહિત શર્માને 8ના સ્કોર પર જ્યારે સૂર્યકુમાર યાદવને શૂન્ય પર આઉટ કરી મોટી સફળતા અપાવી હતી. રવિ આઈપીએલ 2021નો હેટ્રીક લેનારો બીજો ખેલાડી બની શકેત, જોકે તે આ તક ચૂકી ગયો હતો. મુંબઈની ત્રીજી વિકેટ ક્વિન્ટન ડિકૉક 27ના રૂપે પડી હતી. તેને મોહમ્મદ શમીએ બોલ્ડ કર્યો હતો. આઉટ થતા પૂર્વે ડિકોકે ટી ટ્વેન્ટી ક્રિકેટમાં સાત હજાર રન પૂર્ણ કરવાની ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. તે એ.બી.ડિવિલયર્સ, કૉલિન ઈન્ગ્રમ અને ડેવિડ મિલર બાદ દક્ષિણ આફ્રિકાનો ચોથો ખેલાડી બન્યો છે.
સૌરભ તિવારીના રૂપે મુંબઈને ચોથો ઝટકો લાગ્યો હતો. અહીંથી હાર્દિક પંડ્યા અને કીરોન પોલાર્ડે 45 રનની અણનમ ભાગીદારી નોંધાવી હતી. હાર્દિકે 30 બોલ પર 4 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 40 રન ફટકાર્યા હતા. પોલાર્ડે 15 રન કર્યાં હતા. મેચમાં પોલાર્ડને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો. સતત ત્રણ પરાજય બાદ મુંબઈનો વિજય થયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત