Team Chabuk-Gujarat Desk: રાજ્ય સરકારે આજે પ્રાથમિક શાળાઓના ભૂલકાઓના શિક્ષણ માટે મહત્વનો નિર્ણય લેતાં 22 નવેમ્બરથી રાજ્યભરમાં સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાના ધો.1 થી 5ના પ્રત્યક્ષ શિક્ષણકાર્ય-ઓફલાઈન વર્ગો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગે આજે સુરતના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં શિક્ષણમંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની અસરકારક કામગીરીને પરિણામે વૈશ્વિક મહામારી કોરોનાના સંક્રમણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, ત્યારે રાજ્યના વિદ્યાર્થીઓનુ શિક્ષણ બગડે નહી એ માટે રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના હિતમા આવતીકાલ તા.22મી નવે.થી શાળાઓમાં ધો.1 થી 5ના વર્ગો શરૂ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. બાલમંદિર અને આંગણવાડીના ભૂલકાઓને શિક્ષણ માટે આગામી સમયમા યોગ્ય નિર્ણય કરાશે. શિક્ષણમંત્રીના આ નિર્ણયને વાલીઓએ પણ આવકાર્યો હતો.
શિક્ષણમંત્રીએ સુરત ખાતે મીડિયાને માહિતી આપતા કહ્યુ કે, શિક્ષણવિદ્દો, વિદ્યાર્થીઓની માંગણી અને લાગણી તેમજ હાલના કોરોના સંક્રમણમાં થઈ રહેલા ઘટાડાને જોતાં શિક્ષણકાર્ય માટે વર્તમાન માહોલ અનુકુળ હોવાનું જણાય છે. બાળકોનું શિક્ષણ બગડે નહીં, અને ફરી એક વાર શિક્ષણયાત્રાનો નવેસરથી પ્રારંભ થાય એ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ રાજ્ય સરકારના પરામર્શમાં રહી ભૂલકાઓના શિક્ષણકાર્યને પુન: વેગ આપવાનો નિર્ણય કરવાંમાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું કે, રાજ્યમાં કોરોના કેસોમાં સતત ઘટાડો થતા દિવાળી બાદ શરૂ થતાં નવા સત્રથી ધો. 1 થી 5 ના વર્ગો શરૂ કરાશે. ભૂલકાઓના ભણતરની આ પહેલમાં શિક્ષણ વિભાગની સીધી નજર રહેશે. નાનકડા બાળકોની કુમળી વયને નજર સમક્ષ રાખીને તમામ તકેદારીના પગલાંઓ સાથે શિક્ષણ કાર્યનો પ્રારંભ કરવામાં આવશે. બાળકની હાજરી મરજિયાત રહેશે, જે વાલીઓની સંમતિ હશે એમના બાળકોને જ શાળામાં શિક્ષણ અપાશે. રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓએ નિયત એસઓપીનું ચુસ્ત પાલન કરવાનું રહેશે અને સરકારી શાળાઓમા આચાર્યઓએ તથા ખાનગી શાળાઓમાં શાળા સંચાલકોએ સેનેટાઈઝેશન સાથેની જરૂરી વ્યવસ્થા ગોઠવવા સાથે વિશેષ તકેદારી રાખવાની રહેશે. આ ઉપરાંત ચીમકી આપી હતી કે, FRC ના નિયમોનું પાલન ન કરતી શાળાઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત