Team Chabuk-International Desk: અમેરિકાના કેલિફોર્નિયામાં એક આશ્ચર્યજનક ઘટના બની. કેલિફોર્નિયાના કાલર્સબેડ હાઇવે પરથી પસાર થઇ રહેલા એક ટ્રકનો પાછળનો દરવાજો અચાનક ખૂલી ગયો અને તેમાંથી ડોલરનો વરસાદ થવા લાગ્યો. હકીકતમાં આ ટ્રકમાં ડોલરથી ભરેલી અનેક બેગ હતી જે હવામાં ઝડપથી ઉડવા લાગી હતી. આ દરમિયાન બેગ ખુલી જતા બેગમાં ભરેલા ડોલર રસ્તા પર ઉડી રહ્યા હતા. જાણે કે હાઇવે પર ડોલરનો વરસાદ થઈ રહ્યો હોય. ડોલર લૂંટી રહેલા લોકો રસ્તા પર ડાન્સ કરી રહ્યા હતા. રસ્તા પર ડોલર જોઈને લોકો પાગલની જેમ કૂદી-કૂદીને નાચી રહ્યા હતા. એવું લાગી રહ્યું હતું કે જાણે લોટરી લાગી ગઈ. કેટલાક લોકો ડોલર એકઠા કરવાની સાથે વીડિયો પણ બનાવી રહ્યા હતા. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
બીજી તરફ હાઇવે પરથી પસાર થઈ રહેલા લોકો પોતાની કાર સાઇડમાં પાર્ક કરીને ડોલરની લૂંટ ચલાવી હતી. રસ્તા પર જ્યાં જુઓ ત્યાં લોકો એકઠાં થઈ ગયા હતા અને ડોલર ભેગા કરવા લાગ્યા હતા જેના કારણે રસ્તા પર વાહનોની કતાર લાગી ગઈ હતી.
આ સમગ્ર ઘટના મુદ્દે પોલીસ અધિકારીઓએ જણાવ્યુ હતું કે, આ ઘટના કાલર્સબેડમાં ઇન્ટર સ્ટેટ હાઇવે-5 પર બની હતી, જ્યારે ટ્રક સેન ડિએગોથી ફેડરલ ડિપોઝિટ ઈન્સ્યોરન્સ કોર્પની એક ઓફિસ તરફ જય રહ્યો હતો ત્યારે તેનો દરવાજો અચાનક ખુલી ગયો હતો. રસ્તા પર ઉડી રહેલા ડોલરને જોઈને અનેક લોકો પોતાની કાર સાઇડમાં ઊભી રાખીને ડોલર લૂંટવા લાગ્યા હતા. આ દરમિયાન ટ્રકના ડ્રાઇવરે વિરોધ કર્યો હતો ત્યારે લોકોએ તેની સાથે ઝપાઝપી કરી હતી.
બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બીજી તરફ હાઈવેને બંને તરફથી સીલ કરી દીધો હતો. સાથે જ નોટ લૂંટી રહેલા લોકોને ચેતવણી આપી અને તેમને નોટો જમા કરાવવા કહ્યું હતું. જો કે આ દરમિયાન કેટલાક લોકોએ ડોલર પાછા આપીને જમા કરાવ્યા જ્યારે કેટલાક લોકો ડોલર લઈને કારમાં બેસીને ફરાર થઈ ગયા હતા.
There was a cash rain on the high way of California, USA as a truck carrying loads of cash crashed hereby flooding the express road with loads of American dollar notes, Siggy reports.
— Siggy News (@Siggy_ng) November 20, 2021
more : https://t.co/zpMhdmBXT2
Van de Been – Ndidi – Donny – Manchester United – #EndSARS pic.twitter.com/5WHjDbJpy3
બીજી તરફ પોલીસે આ ઘટના બાબતે વિશેષ ચેતવણી જાહેર કરી છે. તેમણે લોકોને જણાવ્યુ છે કે જો તેઓ ડોલર જમા નહીં કરાવે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અમેરિકાની તપાસ એજન્સી FBI પણ આ મામલે તપાસ કરી રહ્યું છે. જો કે હજી અધિકારીઓએ તે જણાવ્યુ નથી કે કેટલા ડોલર ગુમ થયા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત