Team Chabuk-Gujarat Desk: મોરબી પોલીસને અંધારામાં હતી અને ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની (SMC) ટીમે મંગળવારે રાત્રે મોરબી-વાંકાનેર હાઇવે ઉપર લાલપર નજીક ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં શ્રી રામ નામનું ગોડાઉન ભાડે રાખી મોટાપાયે કરવામાં આવતા વિદેશી દારૂના ધંધાની પોલ ખોલી નાખી છે. SMCએ દરોડામાં રૂપિયા 1.51 કરોડની 3210 પેટી દારૂ અને 66 લાખના વાહનો તેમજ અઢી લાખ રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી 10 આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધ્યો છે.
મોરબીના લાલપર નજીક ચાલતા દારૂના ગોરખધંધા ઉપર સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમે દરોડા બાદ ડીવાયએસપી કે.ટી. કામરીયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમદાવાદના જીમિત શંકરલાલ પટેલ નામના શખ્સે લાલપરના ભવાનીસિંગ પાસેથી પાંચ મહિના પહેલા ગોડાઉન ભાડે રાખી દારૂનું મોટા પ્રમાણમાં કટિંગ કરવાની શરૂ કર્યું હોવાની બાતમી SMCને મળતા દરોડો પાડી 1.51 કરોડનો 61000 બોટલ એટલે કે 3210 પેટી દારૂ, 7 વાહનો કિંમત રૂપિયા 66 લાખ, 10 મોબાઈલ ફોન કબ્જે કરી દસ આરોપીઓને અટકાયતમાં લેવામાં આવ્યા છે.

વધુમાં અમદાવાદના જીમિત પટેલ નામના આરોપી દ્વારા રાજસ્થાનના ભરત મારવાડી અને રાજા રામ મારવાડી પાસેથી દારૂ મંગાવી બાદમાં અહીં મોરબી, વાંકાનેર, હળવદ, થાન અને ચોટીલા સહિતના સ્થળોએ દારૂ વેચાણ કરવામાં આવતો હોવાની પકડાયેલ આરોપીઓએ કબૂલાત આપી છે. સાથે જ આરોપી જીમિતે કચ્છના રમેશ પુંજા પટ્ટણી નામના શખ્સને દારૂના ધંધામાં કેશિયર તરીકે નોકરીએ રાખ્યો હોવાનું અને બધો જ વહીવટ રમેશ કરતો હોવાનું તપાસમાં ખુલ્યું છે. હાલમાં એસએમસીએ રમેશની પૂછતાછ કરતા અઠવડીયામાં બે ગાડીનું કટિંગ કરવાં આવતું હોવાની કબૂલાત આપી હોવાનું ડીવાયએસપી કામરીયાએ જણાવ્યું હતું. જો કે, આટલા મોટાપ્રમાણમાં દારૂનું કટિંગ થતું હોવા છતાં સ્થાનિક પોલીસ કેમ અંધારામાં રહી તે તપાસનો વિષય બન્યો છે. હાલ તો એસએમસીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં દસ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધાવવા તજવીજ શરૂ કરી છે. જો કે ગોડાઉન ભાડે રાખી દારૂનો ધંધો કરનાર જીમિત પટેલ અને રાજસ્થાનના બે શખ્સ હજુ હાથ લાગ્યા ન હોય ત્રણેયને ફરાર જાહેર કરાયા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત