Homeગુર્જર નગરીદેવભૂમિ દ્વારકાના સલાયામાં તાજિયા જુલૂસ કાઢવા બાબતે લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

દેવભૂમિ દ્વારકાના સલાયામાં તાજિયા જુલૂસ કાઢવા બાબતે લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

Team Chabuk-Gujarat Desk: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયામાં મોહરમના તહેવારની ઉજવણી મામલે લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે. સોશિયલ મીડિયામાં તાજિયાનું જુલૂસ કાઢવા માટેનો મેસેજ વાયરલ થયો હતો. જે બાદ પોલીસે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી હતી. જો કે આ સમયે કેટલાક લોકોએ પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પોલીસ વાનને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાની સાથે જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ સહિત ડીવાયએસપી, SOG , LCB સહિતના પોલીસ કર્મીઓ સલાયા પહોંચ્યા હતા. ટોળાને દૂર કરવા માટે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. હાલ સલાયામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયા બંદર ખાતે મોહરમના તહેવારની ઉજવણી કરાઈ રહી હતી. ત્યારે તાજિયાનું જુલૂસ કાઢવા માટે સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો હતો. આ બાદ પોલીસ દ્વારા કોરોનાની ગાઈડલાઈન મુજબ પાલન કરવા જણાવ્યું હતું. તે સમયે કેટલાક શખ્સોએ પોલીસને નિશાન બનાવી હતી અને પોલીસ વાનને નુકશાન પહોંચાડ્યું હતું. આ દરમિયાન જ્યાં સુધી અન્ય પોલીસ કાફલો ન આવે ત્યાં સુધી પોલીસ ટોળાથી દૂર થઈ ગઈ હતી. 

મોહરમને પગલે આ વર્ષે તાજિયા ન કાઢવાનો નિર્ણય કરાયો છે. લોકોને જ્યાં તાજિયા બનતા હોય ત્યાં જ દર્શન કરવાની સુચના આપવામાં આવી છે. જોકે, દ્વારકાના સલાયામાં લોકો તાજીયા કાઢવા માંગતા હોવાની વાત જાણ્યા બાદ પોલીસ કાફલો પહોંચ્યો હતો અને લોકોને તાજીયા ન કાઢવા માટે સમજાવ્યા હતા. આ દરમિયાન મામલો બીચક્યો હતો અને ટોળાએ પોલીસ પર હુમલો કરી દીધો હતો.

તાજીયા કાઢવાના મામલે થયેલા ઘર્ષણમાં પોલીસ પર થયેલા હુમલામાં એક પોલીસકર્મીને માથાના ભાગે ઇજા પહોંચી છે. પરંતુ આ ઘટનાની જાણ થતાની સાથે જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ સહિત ડીવાયએસપી, SOG, LCB સહિતના પોલીસ કર્મીઓ સલાયા ખાતે પહોંચ્યા હતા અને ટોળાને દૂર કરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. આ ઘટનામાં ટોળાએ કેટલાક વાહનોને પણ નુકસાન પહોંચાડ્યુ હતું. 

આ ઘટના બાદ સલાયાના સ્થાનિક આગેવાનો સાથે પોલીસ કર્મચારીઓએ ચર્ચા કરી અને સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ચર્ચાઓ બાદ હાલ સલાયા બંદર ખાતે શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મોહરમનો તહેવાર શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે તેવુ દેવભૂમિ દ્વારકાના ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments