Team Chabuk-Gujarat Desk: સર્વે ભાષાની જન્મદાયિત્રી તરીકે જેનું નામ લેવાય છે તે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની યશકલગીમાં નવું પીછું ઉમેરાયું છે. આ યુનિવર્સિટીને હવે અધિકૃત રીતે નેક દ્વારા એ પ્લસ ગ્રેડ આપવામાં આવ્યો છે. રાજ્યની એકમાત્ર યુનિવર્સિટીને એ ગ્રેડની માન્યતા મળતા ગિર સોમનાથમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.
તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2006માં સંસ્કૃત ભાષાના પ્રચાર અને પ્રસાર માટે તથા વિદ્યાર્થીઓ સંસ્કૃતની કેળવણી લઈ આગળ વધે એ માટે થઈને આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. સ્થાપના થયા બાદ સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવતા યુનિવર્સિટીમાં સાધનો અને સવલતો ઊભી થઈ હતી. ગુજરાતમાં સંસ્કૃત શીખવા માટેનું સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વડુમથક બની ગઈ હતી.
વિસ્મયની વાત એ છે કે આ વર્ષે પ્રથમ વખત જ નેક દ્વારા આ યુનિવર્સિટીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને પ્રથમ વર્ષે જ પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરી યુનિવર્સિટીએ એ ગ્રેડ પ્રાપ્ત કરી લીધો હતો. હાલમાં જ તારીખ 17,18 અને 19ના રોજ ત્રણ દિવસ સુધી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની મુલાકાત લઈ તેની ઝીણવટપૂર્વક તપાસ કરી હતી. જ્યાં અભ્યાસ, સંસ્કૃત ભાષાનો પ્રચાર-પ્રસાર, વિદ્યાર્થીઓને મળતી કેળવણી, વિદ્યાર્થીઓને રહેવા જમવાની સુવિધા આવી તમામ બાબતોની ચકાસણી કરવામાં આવી હતી.
આ અંગે યુનિવર્સિટીના કુલપતિ દશરથ જાદવે નેકની ટીમની ત્રિ-દિવસીય મુલાકાત, યુનિવર્સિટીનું મૂલ્યાંકન, યુનિવર્સિટીને મળેલ એ ગ્રેડ સહિતની સત્તાવાર જાહેરાત કરી હતી. હાલ અહીં દેશ વિદેશના અસંખ્ય વિદ્યાર્થીઓ સંસ્કૃત ભાષાને શીખી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત