Homeગુર્જર નગરીપત્ની પર સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરી વીડિયો અને નગ્ન તસવીરો વાઈરલ કરવાની...

પત્ની પર સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરી વીડિયો અને નગ્ન તસવીરો વાઈરલ કરવાની ધમકી આપતો નશેડી પતિ

Team Chabuk-Gujarat Desk: તાપી જિલ્લાના વ્યારાના ગામમાં રહેતી એક પરિણીતાએ સપના તો સુખી લગ્નજીવનના જોયા હતા, પણ તેનો જ પતિ તેના માથે ગ્રહણ બની ગયો હતો. આ યુવતીના પિતા પાસેથી પ્રથમ 4.25 તોલા સોનું લીધું અને બાદમાં જ્યારે પરિણીતા પરણીને મુંબઈ આવી ત્યારે સાસરિયાઓ વધારાના દસ લાખે પેટે માગ્યા હતા અને વધૂ ઉપર ત્રાસ ગુજારતા હતા. જેમાં પરિણીતાને અહર્નિશ અને અસહ્ય દુ:ખ વેઠવાનો વારો આવ્યો હતો.

તેના નરાધમ પતિએ તેની ઉપર સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરી તેની નગ્ન તસવીરો પાડી લીધી અને વીડિયો પણ બનાવ્યા હતા. આડાસંબંધ ધરાવતો નશાબાજ પતિ પત્નીને વીડિયો અને તેની તસવીરો વાઈરલ કરી બદનામ કરવાની ધમકી આપતો હતો. પાણી માથા માથેથી ચાલ્યું જતું હોય પત્નીએ સાસરિયાંઓની વિરૂદ્ધ વ્યારા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ ઘટનાની સમગ્ર વિગતો એવી છે કે વર્ષ 2016માં એકત્રીસ વર્ષીય પરિણીતાના નવી મુંબઈમાં રહેતા સતલિંગ ભાલેરાવના પુત્ર સતીષની સાથે વેવિશાળ થયા હતા. સતીષને તેના કાકા અને કાકીએ દતક પુત્ર તરીકે રાખ્યો હતો. પ્રથમ તો લગ્ન પૂર્વે સોનું પહેરાવવાનો રિવાજ હોય એમ કરી 4.25 લાખ તોલા સોનું લીધું હતું. ઉપરથી લગ્નના તમામ રિવાજનો ખર્ચ પણ પિતા પાસે જ કરાવ્યો હતો.

લગ્ન થયા બાદ સતીષ પત્નીને તેના કાકા-કાકીને ત્યાં લઈ ગયો હતો. જ્યાં સતીષના અસલ સ્વભાવ અને રહેણી કહેણીનો પરિણીતાને પરિચય થયો હતો. એ ગાંજો પીતો હતો, દારૂ પીતો હતો, કારણ વગરનો પત્નીને મારતો હતો. નશેડી સતીષના આ ત્રાસમાં તેના કાકા અને કાકી પણ સૂર પૂરાવતા હતા. પતિ પત્નીને બળજબરીપૂર્વક દારૂ પીવડાવતો હતો અને બાદમાં સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચરતો હતો. આ બધુ પરિણીતાએ મૂંગા મોઢે સહન કરી લીધું હતું.

પરિણીતાએ એ પણ જણાવ્યું હતું કે, તેનો પતિ તેને મનાલી ફરવા માટે લઈ ગયો ત્યાં જ્યુસમાં વ્હિસ્કી નાખી પીવડાવી દેતા તેણી બેભાન થઈ ગઈ હતી. જ્યારે જ્યારે બહાર ગામ જતો ત્યારે ત્યારે પત્ની પાસે અશ્લીલ તસવીરો મંગાવી તેના પર અત્યારચાર ગુજારતો હતો. લગ્નના ત્રણ મહિના બાદ જ કોઈ અન્ય યુવતી સતીષના ઘરે ટપકી પડી હતી અને પરિણીતાને ધમકાવી ચાલી ગઈ હતી.

સતીષે તેની પાસેથી દહેજના વધુ દસ લાખ રૂપિયા માગ્યા હતા અને ઘરમાંથી કાઢી મૂકી હતી. તાપી પોતાના ગામે આવેલી યુવતીને પણ પતિ ફોન કરી ધમકાવતો હતો. તેના કાકા પણ તેને ડિવોર્સ આપવા દબાણ કરતા હતા અને કહેતા હતા કે સતીષનું અન્ય યુવતી સાથે ગોઠવાય ગયું છે, તારે ડિવોર્સ આપવા પડશે. આખરે કંટાળીને પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments