Homeગુર્જર નગરીસુરેન્દ્રનગર: બસસ્ટેન્ડ સામે યુવકને છરીના ઘા ઝીંકી હત્યા કરનારો પોલીસની પકડમાં આવી...

સુરેન્દ્રનગર: બસસ્ટેન્ડ સામે યુવકને છરીના ઘા ઝીંકી હત્યા કરનારો પોલીસની પકડમાં આવી ગયો

Team Chabuk-Gujarat Desk: સોમવારે સાંજે વઢવાણ બસસ્ટેન્ડની સામે રીક્ષા ચાલક શાહરૂખ નામના યુવાનને ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી ધોળાદિવસે નિર્મમ હત્યા નીપજાવનારો આરોપી સૂરજસિંહ પોલીસના હાથમાં આવી ગયો છે. પોલીસે આ આરોપીને ગણતરીની કલાકોમાં જ રાજકોટ બાયપાસ રોડ રતનપરની રજવાડું હોટલ પાસેથી પકડી પાડ્યો હતો. હત્યાના બનાવને લઈ વાતાવરણમાં તંગદીલી વ્યાપી ગઈ હતી. પોલીસે પણ ઘટનાની ગંભીરતાને જોતા અહીં પોલીસ કાફલો ખડકી દીધો હતી, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

શું હતી ઘટના?

શાહરૂખ અને આરોપી સૂરજની વચ્ચે મોબાઈલ ફોન પર તકરાર ઝરી હતી. મૃતક અને આરોપી વચ્ચે પ્રેમસંબંધને લઈ અણબનાવ ચાલી રહ્યો હતો. વાત વણસી જતા શાહરૂખે તેને, ‘હું ધોળીપોળ છું’ ત્યાં આવવાનું કહ્યું હતું. શાહરૂખને ખબર નહોતી કે વાત અહીં સુધી પહોંચી જશે. એ પછી આરોપી સૂરજે બસસ્ટેન્ડ સામે જ તેનું કાસળ કાઢી નાખ્યું હતું.

ધક્કો મારી ચડી બેઠો

ઘટનાને નજરો નજર જોનારા કેટલાય સાક્ષીઓ હતા, છતાં કોઈ હરફ સુદ્ધા ઉચ્ચારવા તૈયાર નહોતું. અંતે એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, મૃતક ઈંડાની લારી પાસે ઊભો હતો, જ્યાં આરોપીએ આવી જીભાજોડી કરી હતી. સૂરજે શાહરૂખને ધક્કો માર્યો હતો. એ પડી જતાં સૂરજે તેના પર ઉપરા છાપરી છરીના ઘા ઝીંકી દીધા હતા. અને બાદમાં બારી રોડ તરફ ભાગી ગયો હતો.

રજવાડું હોટલથી પકડાયો

સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એમ.ડી.ચૌધરી, પીએસઆઇ વી.આર.જાડેજા, એન.ડી.ચુડાસમા, જુવાનસિંહ, નિકુલસિંહ, અનિરુદ્ધસિંહ, અજયસિંહ અને કુલદિપસિંહ સહિતના એલસીબીના સ્ટાફે ઘટનાસ્થળના રસ્તાના સીસીટીવી કૂટેજના આધારે હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેકનિકલ સોર્સની મદદથી આરોપી સુરજસિંહ ને ગણતરીના કલાકોમાં જ રાજકોટ બાયપાસ રોડ રતનપરની રજવાડું હોટલ પાસેથી પકડી પાડ્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments