Team Chabhu-Gujarat Desk: GSRTC એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર વિભાગ દ્વારા તા.28 માર્ચની મધ્યરાત્રીથી એસટી બસ ભાડામાં 10 ટકાનો ભાવ વધારો અમલી કરવામાં આવ્યો છે. જેથી આજથી જ એસટી બસની મુસાફરી મોંઘી બની છે. આ અગાઉ એસટી નિગમે વર્ષ 2023માં 25 ટકા જેટલો ભાડા વધારો કર્યા બાદ ફરી એક વખત મુસાફરોને ભાડા વધારાનો ડામ આપ્યો છે. એસટી બસના ભાડામાં વધારો થતા તમામ રૂટમાં તમામ કેટેગરીની મુસાફરીમાં 10 ટકાનો ભાવ વધારો લાગુ પડી ગયો છે.

રાજ્યના એસટી નિગમ દ્વારા નવી બસોની ખરીદી, પગાર ભથ્થામાં વધારા અને ડીઝલના ભાવને ધ્યાને લઈ તા.28ની મધ્યરાત્રીથી અચાનક જ એસટી બસના ભાડામાં 10 ટકા વધારો કરવા નિર્ણય કર્યો છે. જેથી આજ મધ્યરાત્રીથી મુસાફરી કરવી મોંઘી બનશે. રાજકોટ એસટી ડેપોના વિભાગીય અધિકારી જે.બી.કલોત્રાએ જણાવ્યું હતું કે, વર્ષ 2023 બાદ નિગમ દ્વારા લાંબા સમય બાદ મુસાફરી ભાડામાં વધારો કરવા નિર્ણય કર્યો છે. એસટી બસના ભાડામાં કરેલા વધારા પ્રમાણે 48 કિમી સુધીની મુસાફરીમાંથી 1 થી 4 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. એસટી બસના ભાડા વધતા રાજ્યના 10 લાખ જેટલા મુસાફરોને આ ભાવ વધારાની અસર થશે.
તાજેતાજે ઘાણવો
- અમદાવાદમાં જિન્સ બનાવતી કંપનીમાં ટાંકીમાં ઉતરેલા ત્રણ યુવકોના મોત
- ધોરણ 10નું 83.08 ટકા પરિણામ જાહેર, બનાસકાંઠાએ મારી બાજી
- આતંકી મસૂદ અઝહરના પરિવારનો ખાત્મો, મસૂદે કહ્યું- હુમલામાં હું પણ મરી ગયો હોત તો સારું થાત
- ઓપરેશન સિંદૂરઃ પાકિસ્તાનમાં 9 સ્થળે એરસ્ટ્રાઈક, અનેક આતંકી માર્યા ગયાની આશંકા
- રાજકોટમાં ખોડલધામ યુવા પ્રિમિયર લીગ (KYPL)નો દબદબાભેર પ્રારંભ