Team Chabuk-Gujarat Desk: આવતીકાલે યોજાનારી લોકરક્ષક (LRD) ભરતીની લેખિત પરીક્ષાને લઈને ભરતી સમિતિના અધ્યક્ષ હસમુખ પટેલે નવા નિયમો અંગેની જાણકારી આપી છે. આવતીકાલે તારીખ 10 એપ્રિલના રોજ લેખિત પરીક્ષા યોજાનાર છે. ત્યારે અત્યાર સુધી યોજાયેલી અન્ય પરીક્ષાઓમાં પેપર લીક તથા અન્ય વિવાદો સામે આવ્યા છે જેને ધ્યાને રાખીને લોકરક્ષક ભરતીની પરીક્ષામાં કોઈ ગેરરીતિ કે સવાલો ઉભા ન થાય તે માટે નવા નિયમો બનાવાયા છે. નવા નિયમોની વાત કરીએ તો પ્રથમ વખત વિદ્યાર્થીઓની હાજરીમાં પેપર સીલ કરવામાં આવશે. એલઆરડી ભરતી સમિતીના વડા હસમુખ પટેલે પરીક્ષાના એક દિવસ પહેલા આ માહિતી આપી છે.
હસમુખ પટેલે પરીક્ષાઓની તૈયારીને લગતી માહિતી આપતા કહ્યુ કે, એલઆરડીની લેખિત પરિક્ષાની તમામ તૈયારી પૂર્ણ કરી લેવાઈ છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર પીઆઈ અને પીએસઆઈ હાજર રહેશે. પીઆઈ અને પાએસઆઈની તાલીમ પૂર્ણ થઈ છે. પરીક્ષામાં કોઈ પણ ગેરરીતિ ન થાય તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. શાળામાં ઉમેદવારો મોબાઈલ નહીં લઈ જઈ શકે. તેમજ શાળાનો સ્ટાફ પણ મોબાઈલ નહીં લઈ જઈ શકે. તમામ ઉમેદવારોનું બાયોમેટ્રિક ટેસ્ટિંગ થશે. ઉમેદવાર પ્રવેશ કરશે તે સમયનું વીડિયો રેકોર્ડિંગ થશે. વિદ્યાર્થીઓની હાજરીમાં પેપર ખોલવાના આવશે. ગેરરીતિ નહીં ચલાવી લેવામાં આવે.

પરીક્ષામાં નવા નિયમ અંગે તેમણે કહ્યું કે, પ્રથમવાર પરીક્ષામાં નવો નિયમ બનાવાયો છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ પણ વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં જ બેસવાનું રહેશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ પેપર વિદ્યાર્થીઓની હાજરીમાં સીલ કરવામાં આવશે. આમ, પારદર્શક રીતે પરીક્ષા લેવામા આવશે. કોલ લેટર કૂલ 2 લાખ 95 હજાર હતા, જેમાંથી 1875 ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ નથી કર્યા. સ્ટ્રોંગ રૂમ પર ઓએમઆર શીટ આવ્યા બાદ ઓનલાઈન મૂકાશે. આન્સર કી ત્યાર બાદ મૂકવામાં આવશે. વાંધાઓ રજૂ થયા બાદ અને પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આવતીકાલે 10 એપ્રિલ ને રવિવારે બપોરે 12 થી 2 દરમિયાન લેખિત પરીક્ષા યોજાશે. ઉમેદવારોએ 9.30 વાગે પરીક્ષા કેન્દ્રો પર પહોંચવાનુ રહેશે. બાયોમેટ્રિક વેરીફિક્શન સરળતાથી થઈ શકે માટે ઉમેદવારોએ વહેલા પહોંચી જવાનું રહેશે. પરીક્ષા કુલ 954 સેન્ટર પર લેવાશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
