Homeગુર્જર નગરીધોરણ 10ની માર્કશીટની ફોર્મ્યૂલાને સરળ શબ્દોમાં સમજો

ધોરણ 10ની માર્કશીટની ફોર્મ્યૂલાને સરળ શબ્દોમાં સમજો

Team Chabuk-Gujarat Desk: 10માં ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યા બાદ વિદ્યાર્થીઓની માર્કશીટની ફોર્મ્યૂલા પણ જાહેર કરી દેવામાં આવી છે. આ ફોર્મ્યૂલા મુજબ વિદ્યાર્થીઓને ધોરણ 9ની સામયિક પરીક્ષા અને ધોરણ 10ની એકમ કસોટીના આધારે માર્ક્સ આપવામાં આવશે.

માર્કશીટની પદ્ધતિને સમજો

10માં ધોરણના વિદ્યાર્થીઓની માર્કશીટ માટે ધોરણ નવની બંને કસોટીના આધારે 40 ગુણ અપાશે. વિદ્યાર્થીઓના પ્રથમ અને બીજી કસોટીના માર્ક્સને 40 ટકા ગુણમાં રૂપાંતરિત કરવામાં આવશે. આ ઉપરાંત ધોરણ 10ની માર્ચમાં યોજાયેલી પ્રથમ કસોટી તેમજ ઓનલાઈન કસોટીના આધારે 30 ગુણ અપાશે. આ ઉપરાંત ધો.10ની એકમ કસોટીમાંથી મહત્તમ 10 માર્ક્સ મળશે. આમ વિદ્યાર્થીઓને 40+30+10=80 ગુણ નક્કી થશે. આ ઉપરાંત જે 20 ગુણ છે તે શાળાના આંતરિક મૂલ્યાંકનના આધારે અપાશે.

  • ધોરણ 9 અને 10ની સામાયિક કસોટીના ગુણ ધ્યાનમાં લેવાશે
  • 80 ગુણ માટે ધોરણ 9ની સામાયિક કસોટી, ધોરણ 10ની એકમ કસોટી ધ્યાને લેવાશે
  • ધોરણ 9ની બંને સામાયિક કસોટી આધારે કુલ 40 ગુણ અપાશે
  • ધોરણ 10ની માર્ચમાં યોજાયેલી પ્રથમ કસોટી આધારે 30 ગુણ
  • ધોરણ 10ની એકમ કસોટીના 25 માંથી મેળવેલ ગુણને 40 ટકામાં રૂપાંતર કરીને 10 ગુણ
  • પાસ થવામાં ખુટતા ગુણ તૂટ ક્ષમ્ય કરીને જાહેર કરાશે

પરિણામ ક્યારે આવશે ?

વિદ્યાર્થીઓને દર વર્ષની જેમ જ પોતાની શાળામાંથી જ માર્કશીટ મળશે. આ પહેલાં 17 જુન સુધી શાળા વિદ્યાર્થીઓના પરિણામ બોર્ડની સાઈટ પર મુકશે. વિદ્યાર્થીઓ પોતાના પરિણામની હાર્ડકોપી મેળવતા પહેલાં ઓનલાઈન પણ પરિણામ જોઈ શકશે. જુલાઈના બીજા અઠવાડિયામાં બોર્ડ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર પણ આપી દેશે. માર્કશીટમાં ક્વોલિફાઈડ ફોર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ લખવામાં આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments