Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં કોરોના મહામારીના કારણે ધોરણ 1 થી 12 સુધીના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી દેવામાં આવી છે. માસ પ્રમોશનની જાહેરાત બાદ ધોરણ 10 અને 12ના બોર્ડની વિદ્યાર્થીઓ અને વાલીઓમાં માર્કશીટને લઈને ચિંતા વ્યાપેલી હતી. માર્કશીટ કયા આધારે તૈયાર થશે તેવો કચવાટ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં જોવા મળી રહ્યો હતો. જો કે સરકારે ગાઈડલાઈન જાહેર કરીને ધોરણ 12ની માર્કશીટની ફોર્મ્યૂલા જાહેર કરી દીધી છે.
ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ની માર્કશીટ તૈયાર કરવા માટેની ફોર્મ્યૂલાની જાહેરાત કરી દેવામાં આવી છે. આ અંગેની પદ્ધતિમાં ધોરણ 12ની માર્કશીટ 3 પદ્ધતિના આધારે નક્કી કરવામાં આવશે. આ અંગેની વિગતવાર જાહેરાત ગુજરાત સરકાર અને શૈક્ષણિક બોર્ડ દ્વારા કરવામાં આવી છે.
પદ્ધતિ નંબર 1
ધોરણ 10ના બોર્ડના વિષયવાર પરિણામના આધારે ધોરણ 12ના જૂથ મુજબના વિષયમાં 50 ગુણનું મૂલ્યાંકન. ધોરણ 10ના બોર્ડના વિષયવાર પરિણામના (વિષયવાર મેળવેલ 70 ગુણ) આધારે ધોરણ 12ના જૂથ મુજબના વિષયમાં ગુણાંકન કરવામાં આવશે.
પદ્ધતિ નંબર 2
ધોરણ 11ના નિયમિત અભ્યાસ દરમિયાન યોજાયેલી ધોરણ 11ની પ્રાથમિક સામાયિક કસોટી (50 ગુણ) અને દ્વિતીય સામાયિક કસોટી (50 ગુણ)માંથી મેળવેલ ગુણના સરેરાશ ગુણના આધારે 25 ગુણનું મૂલ્યાંકન.
પદ્ધતિ નંબર 3
શૈક્ષણિક વર્ષ 2020-21 દરમિયાન યોજાયેલી ધોરણ 12ની પ્રથમ સામાયિક કસોટી (100 ગુણ) અને વર્ષ દરમિયાન યોજાયેલી વિષયવાર એકમ કસોટી (25 ગુણ) એમ કૂલ 125 ગુણમાંથી મેળવેલ ગુણના આધારે 25 ગુણનું મૂલ્યાંકન.
એટલે કે વિદ્યાર્થીના ધોરણ 10ના પરિણામના આધારે 50 ટકા, ધોરણ 11ની બન્ને કસોટીના સરેરાશ પરિણામના આધારે 25 ટકા અને ધોરણ 12ની પ્રથમ કસોટીના પરિણામના આધારે 25 ટકા મળી ધોરણ 12 બોર્ડનું પરિણામ બનશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જુલાઈ મહિનાના બીજા અઠવાડિયામાં અને સામાન્ય પ્રવાહનું પરિણામ જુલાઈ મહિનાના ત્રીજા અઠવાડિયામાં જાહેર કરવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત