Homeગુર્જર નગરીસુરત: રક્ષાબંધન પહેલાં ભાઈએ બહેનને પોતાની એક કિડની ભેટમાં આપી

સુરત: રક્ષાબંધન પહેલાં ભાઈએ બહેનને પોતાની એક કિડની ભેટમાં આપી

Team Chabuk-Gujarat Desk: એક ભાઈના જીવનમાં બહેનનું મા જેટલું જ ઉંચુ સ્થાન હોય છે. ભલે ભાઈ બહેન આખો દિવસ સામ-સામે લડતાં જોવા મળે પરંતુ મુસીબતમાં બહેન ભાઈની સાથે અને ભાઈ બહેનની સાથે ખભે ખભો મિલાવીને ઉભા રહે છે. આ ઉપરાંત ગમે તેટલા ઝઘડતાં હોવા છતાં જ્યારે બહેન મંડપમાંથી સાસરે જતી હોય ત્યારે એ જ ભાઈ પોતાની આંખોના આંસુ રોકી નથી શકતો.

આગામી 22 ઓગસ્ટે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન આવી રહ્યો છે.  આ દિવસે ભાઈ તરફથી યથાશક્તિ પ્રમાણે બહેનોને કિંમતી ભેટ મળશે. પરંતુ સુરતની એક ખાનગી હોસ્પિટલમાં ભાઈએ રક્ષાબંધન પહેલાં જ બહેનને અમૂલ્ય ભેટ આપી દીધી છે. બહેનને બીમારીઓમાંથી છૂટકારો અપાવવા માટે ભાઈએ પોતાની એક કિડની બહેનને આપી દીધી છે. આમ, ભાઈએ બહેનને નવુ જીવન આપ્યું છે.

મૂળ તાપીના વ્યારા તાલુકાના લતાબેન મહ્યાવંશી છેલ્લા કેટલાય સમયથી કિડનીની બીમરીથી પીડાતા હતા. કિડનીની બીમારીના કારણે ન તો તેઓ સરખું જમી શકતા કે ન તો કોઈ ભારે કામ કરી શકતા. તેઓ છેલ્લા કેટલાય સમયથી ડાયાલિસિસ પર  જ જીવી રહ્યા હતા. બહેનની આ બીમારીથી ભાઈ હિતેષ ખુબ ચિંતિત રહેતો હતો. બહેનની દરેક વખતે કાળજી લેતો હતો. પરંતુ તેને સંતોષ થતો ન હતો. એટલે જ તેણે નક્કી કર્યું કે બહેનને ગમે તેમ કરીને આ બીમારીમાંથી છૂટકારો આપી દેવો છે.  દોઢ વર્ષથી તો ડાયાલિસિસ અઠવાડિયામાં ત્રણ વાર કરાવવું પડતું હોય તેવી સ્થિતિ આવીને ઉભી રહી હતી. અંતે પરિવારની સહમતીથી હિતેષ મહ્યાવંશીએ બહેનને કિડની આપવાનું નક્કી કર્યું અને પહોંચી ગયા સુરત.

સુરતની મિશન હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરોની ટીમે કિડની ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન કર્યું. સુરતનું આ પ્રથમ કિડની ટ્રાન્સ્પાન્ટનું ઓપરેશન છે. તબીબોએ સતત સાત કલાક સુધી ઓપરેશન કર્યું હતું. સાત કલાકે ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. આમ, એક ભાઈએ બહેનને ક્યારેય ન ભૂલાય તેવી ભેટ આપીને બહેનનું જીવન બચાવી લીધું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments