Team Chabuk-Gujarat Desk: મધ્યપ્રદેશમાં છેલ્લા કેટલાય સમયથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે મધ્યપ્રદેશ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. વરસાદના કારણે રાજ્યમાં જનજીવન અસ્તવ્યસ્ત છે. પ્રદેશના કુલ 13 જિલ્લાઓમાં વરસાદ આફત બનીને તૂટી પડ્યું છે. સતત થઈ રહેલા વરસાદમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ નિર્માણ પામી છે. આ કારણે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જગ્યાએ જગ્યાએ પાણી ભરાયું હોવાના કારણે પ્રશાસનને પણ લોકોને બચાવવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એનડીઆરએફ અને એસડીઆરએફની કેટલીય ટીમો બચાવ કાર્યમાં લાગી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી બેથી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી પણ કરી છે.
આ બાજુ મધ્યપ્રદેશ સરકાર વરસાદ અને પૂરની સ્થિતિની સામે લડવા માટે સતર્ક છે. તો કેન્દ્ર સરકાર પણ પ્રદેશ સરકારના સંપર્કમાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિવરાજ સિંહ ચૌહાણ સાથે ફોન પર વાતચીત કરી વરસાદ અને પૂરની સ્થિતિ અંગે જાણકારી મેળવી છે અને સંભવ તમામ મદદ કરવાનો પ્રયત્ન કર્યો છે. પીએમ મોદીએ કહ્યું છે કે પ્રભાવિત લોકો સુધી મદદ પહોંચાડવાનું જારી છે.
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે, રાજ્યમાં વરસાદ બાદ પૂરનાં કારણે સ્થિતિ વધારે બગડી છે. અત્યાર સુધીમાં 240 ગામમાં 5950 લોકોને રેસક્યૂ કરવામાં આવ્યા છે. તો 2 હજાર લોકોને રાહત અને બચાવ કાર્ય માટે જાહેર કર્યા છે. રાહત અને બચાવ કાર્યમાં સૈન્યના હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે.
મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ ગ્વાલિયરમાં વરસાદ અને પૂર પ્રભાવિત ક્ષેત્રનો પ્રવાસ કરી સ્થિતિની સમીક્ષા કરી છે. આ સમયે ગૃહમંત્રી મિશ્રાએ કહ્યું હતું કે, તમામ મંત્રીઓ અને ધારાસભ્યો પોત પોતાના ક્ષેત્રમાં લોકોની મદદ કરી રહ્યા છે. લોકોને સુરક્ષિત રીતે બચાવવા એ સરકારની પ્રાથમિકતા છે. જોકે તેમણે નદી કિનારે રહેલા તમામ ગામને પ્રભાવિત હોવાની અફવા પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. મધ્યપ્રદેશના ચંબલના વિસ્તારોમાં સૌથી વધારે હાની સર્જાય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત