Team Chabuk-Gujaart Desk: ગુજરાત અને એમાં પણ કાઠિયાવાડમાં માવાનું વ્યસન એ ઘરે ઘરે ખાટલા નાખીને બેઠું છે. કેટલાકની સવાર જ માવાનું સેવન કરવાથી થાય છે. જોકે માવો એકત્રીસ લાખમાં ઉતારી દેશે એની આ સુરતીલાલને ખબર નહીં હોય. સુરતના આ વેપારી કારીગરને જ્યાં માવો ખવડાવવા ગયા ત્યાં એમના 30 લાખ રૂપિયાના હીરા અને રોકડા 1.16 લાખ ગાયબ થઈ ગયા. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. વેપારીને જ્યારે ખબર પડી કે માવો ખવડાવતી વખતે ચૂનો લાગી ગયો છે, તો તેમણે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. આખરે માવો અને લૂંટની આ રસપ્રદ ઘટના બની કેવી રીતે આકાર પામી તેના પર નજર નાખીએ.
સુરતના માનવની ચહલ પહલથી ધમધમતા કાપોદ્રા વિસ્તારમાં એક એક્ટિવા ચોરાઈ ગઈ. આ એક્ટિવા કોઈ સામાન્ય નહોતી. તેમાં ત્રીસ લાખના હીરા હતા અને 1.16 લાખ રૂપિયા રોકડા હતા. જેમની અસક્યામત ચોરાઈ છે તે વેપારીનું નામ પરેશભાઈ ભુપતભાઈ દુધાત છે. તેઓ વરાછાના મિનિબજારમાં હીરાનો ધંધો કરે છે. છેલ્લા એક મહિનાથી તેઓએ અલગ અલગ વેપારી પાસેથી હીરાની ખરીદી કરી હતી. હીરાની કિંમત ત્રીસ લાખ રૂપિયા થતી હતી.
ભુપતભાઈએ હીરા એક બેગમાં નાખી અને બેગ એક્ટિવાની ડિક્કીમાં સાવચેતીથી મૂકી દીધી હતી. અહીંથી તેઓ મિનિબજારમાં ગયા હતા. જ્યાંથી હીરા વેચાણના 1.16 લાખ રૂપિયા પણ લીધા અને બેગમાં મૂકી દીધા હતા. તેઓ ટુ વ્હિલ લઈ ઘરે જમવા માટે આવ્યા ત્યારે હીરાની બેગ ડિક્કીમાંથી કાઢી લીધી હતી.
ભોજન પતાવ્યા પછી સાંજેકના પાંચ વાગ્યે તેઓ કારગીલ ચોક પાસે આવેલ નારાયણ નગર સોસાયટીની ઓફિસમાં ગયા હતા. અહીં ટુ વ્હિલ પાર્ક કર્યું હતું. તેઓ પ્રવીણ ઝાલાવાડીયાના ખાતામાં માવો આપવા ગયા હતા, ત્યાં માત્ર દોઢ મિનિટમાં જ એક્ટિવા ક્યાંક ગાયબ થઈ ગઈ હતી. ભુપતભાઈ એક્ટિવાને ન જોઈ હાંફળાફાફળા થઈ ગયા હતા.
આ સમગ્ર ઘટના અંગે પરેશભાઈ દૂધાતે ચોરીની પોલીસ ફરિયાદ નોંધાવી છે. એક્ટિવાની ડિક્કીમાં 30 લાખ રૂપિયાના 312 કેરેટના હીરા અને રોકડ 1.16 લાખની રકમ સહિત કુલ 31.16 લાખને મુદ્દામાલ રાખવામાં આવ્યો હતો. કદાચ ચોરને પણ ખબર ન હોય કે તે એક્ટિવા જ નહીં કેટલા બધા રૂપિયા લઈને ફરાર થઈ ગયો છે. હાલ તો કોમેડી ફિલ્મની પટકથા જેવી આ ઘટનાએ પરેશભાઈનો જીવ તાળવે ચોંટાડી દીધો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત