Homeદે ઘુમા કેમુંબઈ ઈન્ડિયન્સ ખુશ… બુમરાહની જગ્યા લેશે આ ઘાતક ખેલાડી, જેનો સામનો કરતા...

મુંબઈ ઈન્ડિયન્સ ખુશ… બુમરાહની જગ્યા લેશે આ ઘાતક ખેલાડી, જેનો સામનો કરતા ડરે છે બેટ્સમેન

Team Chabuk-Gujarat Desk: આઇપીએલ 2023ની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. તાજેતરમાં જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આઇપીએલનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. આ સિઝનની પ્રથમ મેચ 31 માર્ચના રોજ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવાની છે.

આઇપીએલ શરૂ થાય તે પહેલા તાજેતરમાં હરાજીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. દરેક ટીમોએ ઘણા ખેલાડીઓની ખરીદી કરી છે. મુંબઇ ઇન્ડિયન્સની વાત કરીએ તો છેલ્લી સિઝન તેઓ માટે ખૂબ જ ખરાબ રહી હતી. જેથી હાલમાં તેઓએ ઘણા ખેલાડીઓને સામેલ કર્યા છે. આ ઉપરાંત તાજેતરમાં મુંબઇ ઇન્ડિયન્સના ચાહકો માટે એક સારા સમાચાર પણ સામે આવ્યા છે.

આઇપીએલ 2023 શરૂ થાય તે પહેલા જ મુંબઇ ઇન્ડિયન્સમાં આ સ્ટાર ખેલાડીની એન્ટ્રી થઇ છે. તે બુમરાહ જેવી જ ઘાતક બોલિંગ કરે છે. છેલ્લી સિઝનમાં તે ઇજાને કારણે રમી શક્યો નહોતો પરંતુ તાજેતરમાં મળેલ અહેવાલ અનુસાર તે આઇપીએલ 2023ની દરેક મેચોમાં રમતો જોવા મળશે. જેને લઈને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ખુશ છે.

ઇંગ્લેન્ડનો સ્ટાર ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર આઇપીએલ 2023ની દરેક મેચોમાં મુંબઇ તરફથી રમતો જોવા મળશે. ગયા વર્ષે યોજાયેલ મેગા ઓક્શન દરમિયાન મુંબઇની ટીમે તેને ખરીદ્યો હતો. છેલ્લી સિઝનમાં તે ઇજાને કારણે રમી શક્યો નહોતો. દરેક મેચમાં મુખ્ય બોલિંગની જવાબદારી નિભાવતો જોવા મળશે.

જોફ્રા આર્ચર અત્યાર સુધી ઇંગ્લેન્ડની ટીમ માટે ઘણો મહત્વનો રહી ચૂક્યો છે. ત્રણેય ફોર્મેટમાં તે ઘણી વિકેટ લઇ ચૂક્યો છે. તાજેતરમાં પણ તે સારું પ્રદર્શન કરી રહ્યો છે. જેથી તે મુંબઇ ઇન્ડિયન્સ માટે ઘણો મહત્વનો સાબિત થશે.રોહિતની આગેવાની હેઠળ મુંબઇ ઇન્ડિયન્સે અત્યાર સુધી પાંચ ટ્રોફી પોતાના નામે કરી છે. હવે આ સિઝનમાં પણ જીત મળે તેવા પ્રયત્નો કરશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments