Team Chabuk-Gujarat Desk: સુરતના પાંડેસરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક નરાધમે એક માસૂમ બાળકીનું ચોકલેટ આપવાની લાલચે અપહરણ કર્યું અને ત્યારબાદ બદકામના ઈરાદે તેની સાથે અડપલાં કર્યા.
આરોપ છે કે, બાળકી બુધવારની બપોરે ગૂમ થઈ હતી. જેની શોધખોળ કરતાં તે 3 કલાક બાદ મળી હતી. ઘરે આવીને બાળકીને કહ્યું હતું કે, “પાડોશી અંકલને મેરે સાથ ગંદા કામ કિયા, ઓર કહા કિસી કો બતાના મત મેં તુજે ચોકલેટ દેતા રહૂંગા.” બાળકીની વાત સાંભળીને પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. આ મુદ્દે પરિવાર તાત્કાલિક પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને પાડોશી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે પીડિત માતાએ કહ્યું કે, તેઓ મૂળ ઓડિશાના છે. 7 વર્ષ પહેલાં રોજગારીની શોધમાં બે બાળકો સાથે સુરત આવ્યા હતા. બુધવારની બપોરે નાની દીકરી ઘર નજીક આંગણવાડીમાં અભ્યાસ માટે ગયા બાદ ગૂમ થઈ ગઈ હતી. 3 કલાક બાદ ઘરે પરત ફરતા જીવમાં જીવ આવ્યો હતો. જોકે બાળકીના મોઢે સ્મિત ન હતું.
જ્યારે માતાએ દીકરીને પૂછ્યું કે શું થયું તો બાળકીએ જણાવ્યું હતું કે, “પાડોશી અંકલ મુજે ચોકલેટ દિલાને કે, બહાને ઘર મેં લે ગયે થે, ઔર મેરે કપડે ઉતાર કે ગંદા કામ કિયા, ઓર કિસી કો બતાના મત મેં તુજે ચોકલેટ દેતા રહુંગા” આ વાત માતાએ પહેલાં સમાજના લોકોને કહી હતી જેથી સમાજના લોકોએ ભેગા થઈ ગયા હતા. પાડોશી પ્રસન્ન કાશીનાથ પ્રધાનને રૂમમાંથી બહાર કાઢી મેથીપાક ચખાડ્યા બાદ પોલીસને સોંપ્યો હતો.
આ કેસ અંગે પાંડેસરાના પીઆઈ એ.પી. ચૌધરીએ કહ્યું કે, માસૂમ બાળકી સાથે અડપલાનો ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે. આરોપીને પકડી લેવાયો છે. બાળકીને હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. ડોક્ટરોના અભિપ્રાય લઈ આગળની કાર્યવાહી કરીશું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
