Team Chabuk-Gujarat Desk: ‘મા તે મા બીજા વગડાના વા’ આ કહેવતને હળવદની એક માતાએ સાચી ઠેરવી છે. માતાએ પોતાની 19 વર્ષની દીકરીને એક કીડની આપી નવજીવન આપ્યું છે. હળવદના માથક ગામની દીકરીને જન્મથી 1 કિડની ખરાબ હતી. 19 વર્ષની વયે બીજી કિડની પણ ખરાબ થઈ દીકરીના જીવ પર જોખમ હતું. ત્યારે તેની માતાએ નિર્ણય લીધો કે તેઓ પોતાની દીકરીને કીડની આપશે.
હાલ માતા-પુત્રી સ્વસ્થ જીવન જીવે છે. દીકરીની બન્ને કિડનીઓ ફેલ થઈ જતાં માતાએ દીકરીને કીડની ટ્રાન્સપ્લાન્ટ કરી નવજીવન આપ્યું છે. મૂળ માથકના અને હાલ હળવદ ખાતે રહેતા કૈલાસબેન નવીનભાઈ મદ્રેસાણિયાની દીકરી જાન્વીની કિડની જન્મથી એક ખરાબ હતી. બીજી ખરાબ થઈ જતાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવી પડે તેમ હતી. આવા સમયે કંઈ પણ વિચાર્યા વગર કેલાસબેન પોતાની કિડની આપવા તૈયાર થઈ ગયા. સફળતાપૂર્વક કીડની ટ્રાન્સપ્લાન્ટ બાદ હાલ માતા કૈલાસબેન અને જાન્વીની તબિયત સ્થિર છે.
નવીનભાઇ મદ્રેસાણીયા કારનો શો રૂમ ચલાવે છે અને તેમના ઘરે 19 વર્ષ પહેલા પુત્રીરત્ન જાનવીનો જન્મ થયો હતો. પરંતુ દીકરીની તબિયત સારી ન રહેતી હોવાથી મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. જેમાં સામે આવ્યું હતું કે, દીકીરની 1 કિડની જન્મથી જ ખરાબ છે. બીજીબાજુ દીકરી 19 વર્ષની થઈ ત્યારે ફરી તબિયત ખરાબ થઈ જેમાં બીજી કિડની પણ ખરાબ થઈ હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું હતું.
કૈલાસબેનને 3 સંતાનમાં 2 દીકરી અને એક દીકરો છે. જેમાં સૌથી મોટી દીકરીને કીડનીની બિમારી હતી અને મરણપથારી પર પડી હતી. જો કે, માતાએ પોતાની દીકરીને પોતાની એક કિડની આપીને દીકરીને આ દુઃખમાંથી ઉગારી લીદી છે. દીકરીના સપના ખૂબ ઉંચા છે જેથી તે હાલ સરકારી ભરતીની તૈયારી કી રહી છે.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત