Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગરની સગીરાનું અપહણ કરી એક યુવકે ખંભાત નજીક ગોધી રાખી વારંવાર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. સગીરાની માતાએ જોરાવરનગર પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીની કલાકોમાં આરીપીને ઝડપી લીધો છે. અને સગીરાની માતાની ફરીયાદના આધારે દુષ્કર્મ, અપરહણ, પોકસો અને અનુ.જાતિ અપમાનિત મુજબ કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગરના એક ગામમાં ખેતી કામ કરતો આરોપી શુભમ બાબુ પટેલ બાજુના ખેતરના માલિકની સગીર પુત્રીનું અપહરણ કરી ગયો હતો. આરોપ છે કે, શુભમે સગીરાને ખંભાત નજીક એક ગામમાં ગોંધી રાખી હતી. એટલું જ નહીં સગીરા પર તેણે અનેકવાર દુષ્કર્મ પણ આચર્યું હોવાનો આરોપ છે.
જો કે, મોકો મળતા સગીરા ખંભાતથી શુભમના ચુંગાલમાંથી ભાગી ગઈ હતી. અને પોતાના ઘરે પહોંચી હતી. ઘરે પહોંચી સમગ્ર ઘટના અંગે પરિવારને જાણ કરી હતી. જેથી સગીરાની માતાએ જોરાવરનગર પોલીસમાં ફરિયાદ નોધાવતા પોલીસ હરકતમાં આવી હતી.
ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન આરોપી ડાંગના આહવા નજીક ચિખલી ગામે છુપાયેલો હોવાની બાતમી મળતા જોરાવરનગર પોલીસની ટીમ ચિખલી પોહોચી હતી અને આરોપી શુભમને ઝડપી લીધો હતો.પોલીસે આરોપીની પૂછપરછ કરતાં આરોપીએ સગીરાને ભગાડી ગયા હોવાનું અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની કબૂલાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, સગીરાની માતાએ આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોધાવતા આરોપીએ સગીરાના ભાઈના અને સગીરાના મોબાઈલમાં ધમકીભર્યા મેસેજ કર્યો હતા. જે અંગે પણ પીડિત પરિવારે એસ.પી. કચેરીએ રજૂઆત કરી હતી. હાલ પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે, આરોપીને કોણે કોણે સહકાર આપ્યો હતો.. હાથ ધરી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
