Homeગુર્જર નગરીVIDEO: આ ગીર છે ભાઈ ! અહીં રસ્તા પર શ્વાન નહીં સિંહ...

VIDEO: આ ગીર છે ભાઈ ! અહીં રસ્તા પર શ્વાન નહીં સિંહ આડા પડે !

Team Chabuk-Gujarat Desk: સામાન્ય રીતે રસ્તા પર વાહન લઈને જતાં હોઈએ ત્યારે શ્વાન આડા પડતાં હોય છે અને અકસ્માત સર્જાતા હોય છે. જો કે, ગીરની વાત જ કંઈક અલગ છે. ગીરમાં રસ્તામાં જો સિંહ આડો પડે તો નવાઈ નહીં ! આવી જ એક ઘટના ગીરના વિસ્તારમાં બની છે જ્યાં એક બાઈક સવારને સિંહ અડફેટે લઈ લે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

દાવો કરાયો છે કે, આ વીડિયો સિંહ અને નરસિંહની ભૂમિ તરીકે ખ્યાતનામ એવા જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના મુક્તપુર ગામ નજીકનો છે. જ્યાં સિંહ રસ્તો ઓળંગતો દેખાતાં ત્યાંથી પસાર થતા વાહન ચાલકમાં ઘડીભર ફફડાટ ફેલાયો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે, રસ્તો ઓળંગતા સમયે સિંહે એક બાઇક ચાલકને પણ હડફેટે લઈ લે છે. બાઈકચાલક રસ્તા પર પડી જાય છે જ્યારે સિંહ બીજી તરફ ખેતર તરફ નીકળી ગયો હતો.  સદનસીબે સિંહ તેના પર હુમલો નથી કરતો નહીં તો મોટી જાનહાનિની શક્યતા હતી.

જે સમયે સિંહ નીકળ્યો તે સમયે કોઈના મોબાઈલનો કેમેરો ચાલું હતું. જેથી સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. તો ખેતરમાંથી સિંહે રસ્તા પર કૂદકો મારતા જ અન્ય વાહન ચાલકો પણ થંભી ગયા હતા.

એક સમય હતો જ્યારે જૂનાગઢ જિલ્લાના સાસણ ગીરની આસપાસના વિસ્તારોમાં જ સિંહો જોવા મળતા હતા. બાદમાં સિંહોની વસતિમાં વૃદ્ધિ થઈ. આજે સ્થિતિ એવી છે કે સિંહો ફક્ત સાસણ પૂરતા સિમિત નથી રહ્યા, પણ જૂનાગઢ અને અમરેલી સહિતના આસપાસના તાલુકાઓ અને ગામડાઓમાં પણ કોઈ કોઈ વખત દેખા દે છે. આમ જ એક સિંહે જૂનાગઢના માંગરોળના મુક્તપુર નજીક દેખા દીધી હતી.

ઘટનાનો વીડિયો મોબાઈલમાં કેદ કરનારા પહેલા તો સિંહના આગમન અને બાઈક સાથે અથડાવાની ઘટનાને લઈ ડઘાઈ ગયા હતા. એક રીતે તો એવું લાગતું હતું કે સિંહે ક્યાંક બાઈક સવાર પર હુમલો તો નથી કરી દીધોને! પરંતુ ના, બાઈક સાથે અથડાયા બાદ સિંહ રસ્તો ઓળંગી પોતાના રસ્તે ચાલ્યો ગયો હતો. અને ઘડીભરમાં જ આંખ આગળથી ઓઝલ થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, જૂનાગઢના માંગરોળ પંથક અને આસપાસના દરિયા કિનારા વિસ્તારમાં સિંહ પરીવારનો વસવાટ છે. જેથી વારંવાર માંગરોળ પંથકમાં અવાર નવાર જુદા જુદા વિસ્તારોમાં સિંહો જોવા મળે છે. સિંહોના વસવાટથી ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોમાં ભય ફેલાયો છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments