Homeગુર્જર નગરીસુરત: એક ભાઈ પુલ પર ચડે પાણીમાં કૂદે ઉપર આવે આવું ત્રણ...

સુરત: એક ભાઈ પુલ પર ચડે પાણીમાં કૂદે ઉપર આવે આવું ત્રણ વખત કર્યું, પોલીસે પૂછ્યું તો જવાબ મળ્યો કે…

Team Chabuk-Gujarat Desk: એક જ વ્યક્તિ એક વખત પુલ પરથી ધુબાકો મારે તો સમજી શકાય કે કાં તો તે પોતાના આનંદ માટે મારતો હશે અથવા તો આત્મહત્યા કરવા માટે. ચોમાસાની સિઝનમાં નદી-નાળા છલકાય ગયા છે ત્યારે કેટલાક લોકોને આનંદ માટે સ્નાન કરવાનો વિચાર આવે તે સ્વાભાવિક છે. પણ મહુવા તાલુકાના આંગલધરા ગામમાં રહેતા 48 વર્ષીય ગુલાબભાઈએ એક વખત પુલ પરથી કૂદકો માર્યો. એટલાથી ન ધરાતા બીજી વખત ચડ્યા અને બીજી વખત પણ ધૂબાકો માર્યો. બે વખતમાં મજા ન આવી તો ત્રીજી વખત ધૂબાકો માર્યો. હવે એ આવું કરે છે શું કામે? તેના રહસ્ય પરથી પડદો હટાવીએ.

તો 48 વર્ષીય ગુલાબભાઈ રવિવારના રોજ દૂધ ભરવા માટે દૂધ મંડળીએ આવ્યા હતા. ત્યાંથી અનાવલના શુક્લેશ્વર મહાદેવના મંદિર નજીક આવેલી કાવેરી નદીના પુલ પાસે આવ્યા. સાઈકલ બાજુ પર મૂકી પુલ પરથી ધૂબાકો માર્યો. તરતા તરતા ફરી આવ્યા અને ફરી ધુબાકો માર્યો. એમની આ પ્રવૃત્તિ જોઈ આસપાસના લોકો પણ વિચારમાં ગરકાવ થઈ ગયા હતા કે આખરે ગુલાબભાઈને કરવું છે શું ?

ગુલાબભાઈની આ ક્રિયા ચાલી રહી હતી ત્યાં જીઆરડીના જવાન કિર્તીભાઈ ઘટનાસ્થળ પર આવી ગયા હતા. એ આવ્યા ત્યાં સુધીમાં ગુલાબભાઈ ફરી પાણીમાંથી નીતરતા બહાર નીકળી રહ્યા હતા. એમણે બે વખત પ્રયાસ કર્યો, એ પછી ત્રીજી વખત ડૂબકીની કરામત આદરી હતી. આ વખતે જીઆરડીના જવાને આવી તેમને બચાવી લીધા. પોલીસ સામે તો માનસિક રીતે અસ્થિર હોવાની વાત આવી હતી. જોકે આ ભાઈસાહેબના પરિવારનોનું એવું કહેવું છે કે માથું ભરાઈ ગયેલું એટલે ત્યાંથી કૂદ્યા હતા. પણ ત્રણ ત્રણ વખત?

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments