Homeગામનાં ચોરેરુદ્રપ્રયાગમાં માનવભક્ષી બનેલા 42માં દીપડાને જોય હુકિલે ઠાર માર્યો

રુદ્રપ્રયાગમાં માનવભક્ષી બનેલા 42માં દીપડાને જોય હુકિલે ઠાર માર્યો

Team Chabuk-National Desk: ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં માનવભક્ષી દીપડાને શૂટર્સે ઠાર માર્યો હતો. રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં આ સાતમો માનવભક્ષી દીપડો છે જેને મારવામાં આવ્યો છે. શનિવારના રોજ જિલ્લાના સિલ્લા બહમન ગામમાં દીપડો દોઢ વર્ષની બાળકીને ઉઠાવીને લઈ ગયો હતો. વન વિભાગની ટીમ દ્વારા બાળકીની શોધખોળ કરવામાં આવી હતી પણ કંઈ હાથમાં આવ્યું નહોતું. એ પછી દીપડાને મારવા માટે શુટર્સની ટીમ તૈયાર કરવામાં આવી હતી.

42માં દીપડાને મારી નાખનારા નિશાનેબાજ જોય હુકિલે જણાવ્યું કે, આ માદા દીપડો છે અને તેની વય 8 વર્ષની છે. તેમણે જણાવ્યું હતું કે વન વિભાગના અધિકારી પર હુમલા બાદ તેને મારવામાં આવ્યો હતો. એક બાજુ બાળકીનો મૃતદેહ પરિવારજનોને મળ્યો નથી તો બીજી બાજુ ગ્રામજનો દીપડાના મોતની ખબર સાંભળીને હાશકારો અનુભવી રહ્યા છે.

નોર્થ ઝખોલી રેન્જના ઓફિસર રજનીશ લોહાનીએ જણાવ્યું હતું કે બાળકીના પરિવારને વળતર પેટે 1.2 લાખ રૂપિયાની ધનરાશિ આપવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમે હજુ ચાર લાખ રૂપિયાની ધનરાશિ જાહેર નથી કરી, કારણે કે બાળકીનો મૃતદેહ શોધવાનો હજુ બાકી છે.

માનવભક્ષી દીપડા દ્વારા કરવામાં આવેલા હુમલામાં અત્યાર સુધીમાં રાજ્યમાં 19 લોકોના જીવ ચાલ્યા ગયા છે. પિથોરાગઢના યુવકની આ સોમવારે જ મોત થઈ ગઈ હતી. દીપડાના હુમલામાં એ ઘાયલ થયો હતો. તેનો ઈલાજ હોસ્પિટલમાં ચાલી રહ્યો હતો, જ્યાં સારવાર દરમ્યાન તેણે અંતિમ શ્વાસ લીધા હતા. ગત દસ દિવસમાં જ પાંચ લોકો પર હુમલો થઈ ચૂક્યો હતો. આ સંદર્ભે પિથોરગઢ જિલ્લામાં હજુ પણ એક દીપડાની શોધખોળ ચાલી રહી છે. આ દીપડાએ પાલી ગામમાં એક અઠવાડિયા પૂર્વે 10 વર્ષની બાળકીને પોતાનો શિકાર બનાવી હતી.

વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે 6 દીપડાઓ જેમને મારવામાં આવ્યા, તે તમામ શારીરિક રીતે વિકલાંગ હતા. ઉત્તરાખંડના વન વિભાગના મુખ્ય અધિકારી જે.એસ સુહાગે જણાવ્યું હતું કે વિકલાંગતાના કારણે જાનવર મજબૂત શિકાર પર હુમલો કરવામાં અસમર્થ થઈ જાય છે અને તે માનવભક્ષી બની જાય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments