Team Chabuk-Gujarat Desk: સુરતના કોસંબામાં 70 વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપીને ઝડપી લેવાયો છે. રેલવે પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. સુરતના કોસંબા રેલવે સ્ટેશન નજીક તારીખ 28 જુલાઈના રોજ રાત્રે 2.45 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. જેમાં અજાણ્યા શખ્સે 70 વર્ષીય વૃદ્ધાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. મહિલાની એકલતાનો લાભ લઈ અજાણ્યા શખ્સે તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.
આ ઘટનાથી હેબતાઈ ગયેલી વૃદ્ધાએ બુમાબુમ કરી હતી. જો કે, ક્રૂર માનસિકતા ધરાવતા આરોપીએ મહિલાને ગુપ્ત ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. બીજી તરફ બનાવની જાણ થતાં જ વૃદ્ધાને લોહીલુહાણ હાલતમાં 108ની મદદથી સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા મહિલાની સર્જરી કરવામાં આવી હતી. પણ ઇજા એટલી ગંભીર હતી કે વૃદ્ધાએ ગણતરીના સમયમાં જ દમ તોડી દીધો હતો. સમગ્ર બાબતે મેડિકલ ઓફિસરને શંકા ગઈ હતી. અને તેઓએ મહિલાનું પીએમ કરાતા વૃદ્ધ મહિલા સાથે દુષ્કર્મ કર્યું હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસને જાણ કરાતા પોલીસે આ ઘટનામાં 376 અને 302ની કલમ લગાવી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે તપાસમાં એક સમીર દીવાન નામના શંકાસ્પદ યુવકની અટકાયત પણ કરી હતી. અને આ યુવકે પોલીસ પૂછપરછમાં પોતાનો ગુનો કબૂલ પણ કરી લીધો છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને રિમાન્ડ માટે તજવીજ શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત