Homeતાપણુંઆમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણી માટે 10 ઉમેદવારોની યાદી કરી જાહેર, જાણો...

આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણી માટે 10 ઉમેદવારોની યાદી કરી જાહેર, જાણો કોણ ક્યાંથી લડશે ચૂંટણી ?

Team Chabuk-Political Desk: ગુજરાતમાં આ વર્ષે યોજાનારી ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી એક્શન મોડમાં આવી ગઈ છે. આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસ પહેલાં જ ઉમેદવારોની યાદી બહાર પાડી છે. ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને 10 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર, ચૂંટણીના ત્રણ મહિના પહેલાં ઉમેદવારો જાહેર થશે. આજે 10 ઉમેદવારની પહેલી યાદી જાહેર થઈ છે.

ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, અમે સંગઠનને મજબૂત કર્યું છે. ઉમેદવારોને હું અભિનંદન પાઠવું છું. અરવિંદ કેજરીવાલજી અને દિલ્હીના નેતાઓના માર્ગદર્શનથી યાદી બની છે. પહેલું લિસ્ટ જાહેર થયું તેમાં 10 ઉમેદવારની જાહેરાત કરી છે. તમામને અભિનંદન આપીએ છીએ. બીજું લિસ્ટ પણ જલ્દી જાહેર કરવામાં આવશે.

ગોપાલ ઇટાલિયાએ વધુમાં કહ્યું કે, તમામને પૂરતો સમય મળે તેમજ મજબૂત રીતે કામ કરી શકે. તમામ એક એક નાગરિક સુધી પહોંચી શકે તેના માટે આ વહેલા લિસ્ટ જાહેર કરાયું છે. ચૂંટણીનું જાહેરનામું બહાર પડે તે પહેલાં જ તમામ ઉમેદવારો જાહેર થઈ જશે. અમે તૈયાર છીએ. કોંગ્રેસ તો હજી ચિંતનમાં છે અને છેલ્લા દિવસ સુધી આ જ કરશે પછી ભાજપ જોડે બેસી જશે.

whatsapp group join link

આપના 10 ઉમેદવારોની યાદી

  1. ભેમાભાઈ ચૌધરી-દિયોદર
  2. વશરામ સાગઠિયા – રાજકોટ ગ્રામ્ય
  3. સાગર રબારી- બેચરાજી
  4. અર્જુન રાઠવા- છોટાઉદેપુર
  5. રામ ધડુક – કામરેજ( સુરત)
  6. શિવલાલ બારસિયા- રાજકોટ દક્ષિણ
  7. સુધીર વાઘાણી – ગારીયાધાર
  8. રાજેન્દ્ર સોલંકી – બારડોલી
  9. ઓમપ્રકાશ તિવારી – નરોડા
  10. જગમાલ વાળા- સોમનાથ

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments