Team Chabuk-Gujarat Desk: સચિન GIDCમાં રસ્તાની બાજુમાં પાર્ક કરેલું કેમિકલ ભરેલું ટેન્કર લીક થતાં 6 લોકોના મોત થયા. આ ઉપરાંત 20 જેટલા લોકોને ઝેરી ગેસની અસર થઈ. જેમાં GIDCમાં આવેલી વિશ્વ પ્રેમ મિલના 10 અને અન્ય શ્રમિકો પણ સામેલ છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ દોડતું થઈ ગયું છે. હાલ તમામ અસરગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા છે.
મળતી માહિતી મુજબ GIDCમાં રાજકમલ ચીકડી પ્લોટ નંબર 362 બહાર પાર્ક કરેલા કેમિકલ ટેન્કરની 8-10 મીટર દૂર જ તમામ મજૂરો ઉંઘી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ ટેન્કરની ડ્રેનેજ પાઇપ લીક થતા ગેસ ફેલાયો હતો. ઝેરી ગેસ લીક થતાં જ મજૂરો ગૂંગળાવા લાગ્યા હતા જેમાંથી 6ના મોત થયા છે.
ડૉક્ટર ઓમકાર ચૌધરીએ જણાવ્યું હતું કે, ઘટનાની ગંભીરતાને લઈ મેડિસિન, સર્જરી, એનેસ્થેસિયા સહિતના સિનિયર ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો તાત્કાલિક ટ્રોમાં સેન્ટરમાં દોડી આવ્યા હતા. એટલું જ નહીં પણ તમામ મેડિકલ ઑફિસરોને પણ બોલાવી લેવાયા હતા. ખડે પગે તમામની સારવાર સાથે દાખલ કરાયા છે. ઇન્ચાર્જ સિવિલ સુપરિન્ટેન્ડન્ટ ધ્રુતી પરમાર પણ ટ્રોમાં સેન્ટરમાં દોડી આવ્યા હતા. તમામ મજૂરોને યોગ્ય સારવાર મળી રહે એ માટે તમામ સુવિધાઓની વ્યવસ્થા કરી દેવાઈ છે. હાલ પરિસ્થિતિ કાબૂમાં હોય એમ કહી શકાય છે.
મૃતકોના નામ
સુલતાન, ઉ.વ. 30
કાલીબેન, ઉ.વ. 20
સુરેશભાઈ, ઉ.વ. 30
એક અજાણ્યો યુવક, ઉ.વ. 30
બીજો અજાણ્યો યુવક, ઉ.વ. 30
ત્રીજો અજાણ્યો યુવક
દુર્ઘટના મુદ્દે અનેક સવાલો ઉઠ્યા છે કે, ટેન્કરને રસ્તાની સાઈઢમાં કોણ પાર્ક કરીને જતુ રહ્યું ? મજૂરના મોત માટે જવાબદાર કોણ ? હાલ આ દુર્ઘટના મુદ્દે સચિન GIDC પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે 304 120 B હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, કેમિકલ માફિયા દ્વારા કેમિકલ ખાડીમાં થલવામાં આવતું હતું સાથે જ ટેન્કર વડોદરા પાર્સિંગનું હોવાથી એ દિશામાં પણ તપાસ શરૂ કરાઈ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
