Team Chabuk-National Desk: રાજસ્થાનના નાગૌરમાં ચોંકાવનારી ખગોળીય ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. અહીં આકાશમાંથી જમીન પર આગના ગોળા એટલે કે, ઉલ્કાપિંડ પડતાં જોવા મળ્યા. પ્રથમ વખત લોકોએ એને જમીન સાથે અથડાતા જોયા હતા.
રાજસ્થાનના નાગૌર જિલ્લાના બડાયલી ગામે આ ઘટના બની હતી. અહીના સ્થાનિકોએ કહ્યું કે, આ ઘટના મોડી રાતે બની હતી. તેમણે કહ્યું કે, અંધારામાં અચાનક જોરદાર ધડાકા સાથે ચમકતી રોશની જોવા મળી હતી.
મોડી રાતે બનેલી આ ખગોળીય ઘટનાના દ્રશ્યો એક હોટલના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં દેખાય છે કે, આકાશમાં પહેલા જોરદાર વીજળી થાય છે. એ પછી બ્લાસ્ટ સાથે સળગતા ગોળા જમીન પર પડે છે. સ્થાનિકોએ કહ્યું કે, આ ઘટનાથી કોઈને નુકસાન થયું નથી.
राजस्थान के नागौर के एक गांव में आसमान से गिरा आग का गोला, धमाके के साथ दिखी तेज रोशनी, होटल की सीसीटीवी में कैद हुई घटना pic.twitter.com/xzRX5DKBBm
— chaturesh tiwari (@ChatureshMedia) January 5, 2022
બીજી તરફ એક ખાનગી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, આ પ્રકારની ઘટના થતી રહે છે, જે સામાન્ય છે. જોકે વીડિયો જોયો તો આ બધા વૈજ્ઞાનિકો ચોંકી ગયા હતા. તેમણે કહ્યું હતું કે એ સામન્ય ઉલ્કાપિંડ કરતાં મોટો છે. જોકે એ હવામાં ફાટી ગયો હતો. આ વીડિયોના આધારે તેમણે રિસર્ચ શરૂ કર્યું છે. રિસર્ચ પૂરું થયા પછી આ અંગેની માહિતી તેઓ શેર કરશે.
ઉલ્લેખનીય છે કે, આવી જ ઘટના ફેબ્રુઆરી 2020માં જાલોર જિલ્લાના સાંચૌરમાં બની હતી. 2.778 કિલાગ્રામ વજનનો ઉલ્કાપિંડ જમીન સાથે અથડાયો હતો. જ્યાં એ આવીને પડ્યો હતો ત્યાં 5 ફૂટ ઊંડો ખાડો પડી ગયો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
