Homeગુર્જર નગરીગુજરાતને ફરી બાનમાં લેતો કોરોના, 24 કલાકમાં 3350 કેસ નોંધાયા, ઓમિક્રોનના 50...

ગુજરાતને ફરી બાનમાં લેતો કોરોના, 24 કલાકમાં 3350 કેસ નોંધાયા, ઓમિક્રોનના 50 કેસ સામે આવ્યા

Team Chabuk-Gujarat Desk: કોરોના વાઇરસે ગુજરાતને ફરીથી બાનમાં લેવાનું શરૂ કરી દીધું છે. દિન પ્રતિદિન ગુજરાતમાં કોરોના વાઇરસનું સંક્રમણ કુદકે ને ભુસકે વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3350 કેસ નોંધાયા છે. જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. કોરોનાની સારવાર બાદ 236 લોકો સાજા થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનના 50 કેસ સામે આવ્યા છે. માત્ર અમદાવાદ શહેરમાં 1637 કોરોનાના કેસ સામે આવ્યા છે. ગુજરાતના 27 જિલ્લામાં કેસ સામે આવ્યા છે. નવા કેસ સાથે ગુજરાતમાં કુલ સંક્રમિતોનો આંકડો 8 લાખ 40 હજાર 643 પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 8 લાખ 19 હજાર 523 લોકો સાજા થયા છે. તો કોરોનાને લીધે 10126 લોકોના મૃત્યુ થયા છે. 

ક્યાં કેટલા કેસ નોંધાયા ?

છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 1637, સુરત શહેરમાં 630, વડોદરા શહેરમાં 150, રાજકોટ શહેરમાં 141, આણંદમાં 114, ખેડામાં 84, સુરત ગ્રામ્ય 60, ગાંધીનગર ગ્રામ્ય 59, કચ્છ 48, નવસારી 47, ભરૂચ 39, ભાવનગર શહેર 38, વલસાડ 34, વડોદરા ગ્રામ્ય 31, ગાંધીનગર 26, અમદાવાદ ગ્રામ્ય 23, મોરબી 25, જામનગર શબેર 19, રાજકોટ ગ્રામ્ય 18, દ્વારકા 17, મહેસાણા 13, દાહોદ 12. સાબરકાંઠા 10, જુનાગઢ શહેર 8, અમરેલી 7, મહીસાગર 7, અરવલ્લી 6, સુરેન્દ્ર નગર 6, ગીર સોમનાથ 6, બનાસકાંઠામાં 2, તાપી બે, બોટાદ અને જામનગર ગ્રામ્યમાં એક-એક કેસ સામે આવ્યા છે. અમરેલીમાં એકનું દર્દીનું મોત નિપજ્યું છે. 

ઓમિક્રોનના રેકોર્ડબ્રેક 50 કેસ નોંધાયા

કોરોનાની સાથે રાજ્યમાં ઓમિક્રોનના કેસમાં પણ મોટો વધારો થયો છે. અમદાવાદ શહેરમાં ઓમિક્રોનના 34 કેસ સામે આવ્યા છે. આણંદમાં 3, ખેડામાં 4, વડોદરા શહેરમાં 5, સુરત શહેરમાં 3, કચ્છમાં એક વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રમિત થયો છે. રાજ્યમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 204 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધી 112 દર્દી ઓમિક્રોનને માત આપી ચુક્યા છે. 

એક્ટિવ કેસમાં સતત વધારો

ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 10,994 થઈ ગઈ છે. જેમાં 32 દર્દી વેન્ટિલેટર પર છે. તો અત્યાર સુધી સારવાર બાદ 8,19,523 લોકો સાજા થઈ ચુક્યા છે. જ્યારે કોરોનાને લીધે 10,126 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં આજે 5,26,153 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 9 કરોડ 13 લાખ 8 હજાર 830 વેક્સિનના ડોઝ આપી દેવામાં આવ્યા છે. જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે. ગુજરાતના રિકવરી રેટ 97.49 ટકા થઈ ગયો છે. 

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments