Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરઃ વિધર્મી યુવક હિન્દુ યુવતીને ભગાડી ગયો, 24 દિવસે પોલીસે દિલ્લીમાંથી ઝડપ્યો,...

સુરેન્દ્રનગરઃ વિધર્મી યુવક હિન્દુ યુવતીને ભગાડી ગયો, 24 દિવસે પોલીસે દિલ્લીમાંથી ઝડપ્યો, યુવતી પર દુષ્કર્મ, બળજબરીથી યુવતીના દાગીના વેચ્યાનો આરોપ

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગરના પાટડીના ખેડૂત પરિવારને એક વિધર્મી યુવક લલચાવી-ફોસલાવીને ભગાડી ગયો. યુવતીની મરજી વિરૂદ્ધ દાગીના વેચી દીધા. પરિવાર સાથે વાત પણ ન કરવા દીધી. એટલું જ નહીં યુવતી પર અલગ-અલગ હોટેલમાં દુષ્કર્મ આચર્યાનો પણ આરોપ છે.  24 દિવસે આરોપી પકડમાં આવ્યો. પોલીસે બાતમીના આધારે દિલ્લીની એક હોટલમાંથી આરોપીને યુવતી સાથે ઝડપી લીધો છે. કડી પોલીસ મથકે યુવક સામે બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે.

24 દિવસ પહેલાં પાટડીના ખેડૂત પરિવારની દીકરીનું સગપણ કડીના ધરમપુરના યુવક સાથે કર્યું હતું. મંગેતર સાથે યુવતી કડીમાં કપડાની ખરીદી કરવા આવી હતી. આરોપ છે કે, અહીંથી વિરમગામનો મુસ્લિમ યુવક યુવતીને લલચાવી-ફોસલાવીને ભગાડી ગયો હતો. ત્યારબાદ રાજસ્થાન, મુંબઈ, ગોવા બાદ દિલ્હી પહોંચ્યો હતો.

યુવતી પાટડી સ્થિત વિરમગામના મોટાભાઈ ઈલેક્ટ્રોનિક્સ નામના શો-રૂમમાં  નોકરી કરતી હતી. તેની સાથે વિરમગામના અલીગઢ વિસ્તારમા રહેતો પટેલ હુસેન નામનો યુવક પણ નોકરી કરતો હતો. ત્યાં બન્ને સામાન્ય પરિચયમાં આવ્યા હતા. તે અરસામાં યુવતીનું કડી તાલુકાના ધરમપુર ગામે સગપણ કર્યું હતું. જેથી ગત 23 ઓગસ્ટના રોજ યુવતી તેના ભાવિ પતિના ઘરે ધરમપુર ગામે આવી હતી. 25 ઓગસ્ટે યુવતી તેના મંગેતર સાથે કડી શહેરમાં કપડાની ખરીદી માટે આવી હતી.

​​​​દાવો છે કે, ​શહેરના છત્રાલ રોડ સ્થિત એચડીએફસી બેન્કની બાજુમાં સીટી આઈકોન નામની દુકાને કપડા ખરીદવા ગયા ત્યારે તે મુસ્લિમ યુવક તેને ત્યાં મળવા આવ્યો. યુવતીને વાતોમાં ભોળવી બદનામ કરવાના ઇરાદે ફરવા જવાની લાલચ આપી ભગાડી ગયો. બીજી તરફ મંગેતર અચાનક ગુમ થઈ જતા તેના ભાવિ પતિ અને પરિવારે શોધખોળ આદરી હતી. જે દરમિયાન વિરમગામનો યુવક યુવતીને ભગાડી ગયો હોવાનું જાણવા મળ્યું. યુવતીના પિતાએ દીકરી ગુમ થયાની ફરિયાદ સાથે વિરમગામનો મુસ્લિમ યુવક દીકરીને ભગાડી ગયો હોવાની આશંકા પોલીસ સમક્ષ દર્શાવી.

કડી પોલીસે યુવતીના પિતાની ફરિયાદના આધારા તપાસ શરૂ કરી. બીજી તરફ વિધર્મી યુવતીને ભગાડી ગયો હોવાની વાત સામે આવતા હિંદુ સમાજમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો. અને વિવિધ હિન્દુ સંગઠનોએ પાટડીમાં મોટાભાઇ અલીભાઇની ઇલેક્ટ્રોનિક્સની દુકાન બંધ કરાવી ચક્કાજામ કર્યો. યુવતીને ભગાડી ગયાના જેમ-જેમ દિવસો વિત્યા તેમ તેમ પરિવારજનોની ચિંતા પણ વધી જેને લઈને પરિવારજનોએ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીને પણ રજૂઆત કરી. આ બાબતની ગૃહ રાજ્યપ્રધાને ગંભીરતાથી નોંધ લીધી અને પોલીસને પણ કડક કાર્યવાહીની સૂચના આપી.

આ દરમિયાન પોલીસ યુવકના મોબાઈલ લોકેશનના આધારે તપાસ કરી રહી હતી. જેમાં યુવક દિલ્હીમાં હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ બાતમીના આધારે દિલ્લીના પહાડગંજ વિસ્તારની પૌવા ઈન્ટરનેશનલ હોટેલમાંથી યુવકને યુવતી સાથે ઝડપી લીધો હતો.

તો અત્યાર સુધીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, યુવક યુવતીને કડીથી ભગાડી હિંમતનગરથી ઉદયપુર થઈ રાજસ્થાન લઈ ગયો હતો. ત્યાંથી મુંબઈ અને ગોવા લઇ ગયો હતો. જે દરમિયાન મુંબઇની એક હોટેલમાં યુવકે યુવતી સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધ્યા હતા. તો યુવક પાસે રૂપિયા ખાલી થઈ ગયા હોવાથી તેણે યુવતીના પહેરેલા સોનાના દાગીના પણ યુવતીની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક કઢાવી વેચી તેના 1લાખ 20 હજાર રૂપિયા લઈ લીધા હતા. આ દરમિયાન યુવતીને તેના પરિવારજનો સાથે વાત પણ ન કરવા દીધી હતી. હાલ આ સમગ્ર મુદ્દે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments