Homeગુર્જર નગરીસુરત: બે મિત્રોને કારે અડફેટે લીધા, એકનું મોત, મૃતકની પત્ની ગર્ભવતી...

સુરત: બે મિત્રોને કારે અડફેટે લીધા, એકનું મોત, મૃતકની પત્ની ગર્ભવતી છે, પરિવારમાં કમાનારું પણ કોઈ નથી

Team Chabuk-Gujarat Desk: સુરતમાં સચિન બુડિયા રોડ પર કારની અડફેટે એક યુવકનું મોત થયું છે. યુવક મિત્ર સાથે ફરવા ગયો હતો. પરત ફરતી વખતે સચિન-આભવા રોડ પર કારે  બાઇકને ટક્કર મારી હતી. જેમાં સારવાર દરમિયાન રાજનકુમાર નામના યુવકનું મોત થયું જ્યારે તેનો મિત્ર ઈજાગ્રસ્ત થયો.

મળતી માહિતી મુજબ મિત્રો સાથે ફરવા નીકળેલો અને કાળનો કોળિયો બનેલો રાજનકુમાર જરીનો કારીગર હતો. એટલું જ નહીં પણ પત્ની સગર્ભા હોવાનું મિત્રો એ જણાવ્યું હતું. હિટ એન્ડ રન કેસમાં પોલીસે આગળ ની તપાસ હાથ ધરી છે.

તેના સાથી મિત્રોએ જણાવ્યું હતું કે રાજનકુમાર મનોજ ગૌતમ પાંડેસરા વળાંક નગરમાં રહેતો હતો અને જરીકામ કરી માતા-બહેન અને સગર્ભા પત્નીનું ભરણ-પોષણ કરતો હતો. તેમણે કહ્યું કે, ઘરમાં કમાઉ એક માત્ર રાજન જ હતો.

રાજનના મિત્રોએ કહ્યુ કે, રાજન મિત્ર સાથે ઉત્તરાયણ પર્વની રજાને લઈ ફરવા ગયો હતો. પરત ફરતા અકસ્માત નડ્યો હતો. સાથી મિત્ર ડરના મારે ભાગી ગયો હતો. ત્યારબાદ રાજનને રિક્ષામાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ લવાયો હતો જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.રાજનની પત્ની સગર્ભા છે તેમના લગ્નને હજુ ત્રણ વર્ષ જ થયા છે.

બીજી તરફ પરિવારને જાણ થતાં તેઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા અને રાજનના મોતની વાત સાંભળીને પોતાના આંસુ રોકી શક્યા ન હતા. રાજનની પત્ની પણ હોસ્પિટલ પહોંચી હતી તેના હૈયાફાટ રૂદનથી સમગ્ર સિવિલ હોસ્પિટલમાં શોકનો માહોલ છવાયો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments