Homeદે ઘુમા કેઆ વર્ષે કોહલી ત્રણ ટેસ્ટ મેચમાં જ ટીમની આગેવાની કરતો જોવા મળશે

આ વર્ષે કોહલી ત્રણ ટેસ્ટ મેચમાં જ ટીમની આગેવાની કરતો જોવા મળશે

Team Chabuk-Sports Desk: ભારતીય ક્રિકેટ ટીમ આફ્રિકામાં ત્રણ ટેસ્ટ મેચની સિરીઝમાં હારી ગઈ છે. કેપટાઉનમાં 11થી 14 જાન્યુઆરી સુધી રમાયેલી ત્રીજી ટેસ્ટને દક્ષિણ આફ્રિકાની ટીમે સાત વિકેટથી પોતાના નામે કરી લીધી હતી. આ સાથે જ વિરાટ કોહલીનું કેપ્ટન તરીકે સાઉથ આફ્રિકામાં શ્રેણી જીતવાનું સ્વપ્ન પણ તૂટી ગયું છે. આ વર્ષે ભારતને ટેસ્ટ શ્રેણી ઓછી અને વનડે શ્રેણી વધારે રમવાની છે, એવામાં વિરાટ કોહલી હવે ભારતીય ટીમમાં એક બેટ્સમેન તરીકે જ જોવા મળશે.

ટેસ્ટ સિરીઝમાં પરાજય વહોરનારી ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકાની ટીમની સામે ત્રણ વનડે મેચ રમવાની છે. વનડેની આગેવાની રોહિત શર્માની અનઉપસ્થિતિમાં કે.એલ.રાહુલ કરશે. વિરાટ કોહલીને આફ્રિકાના પ્રવાસમાં જતાં પહેલા વનડેના કેપ્ટન પદેથી હટાવી દેવામાં આવ્યો હતો. તેણે આ અગાઉ ટી ટ્વેન્ટી વિશ્વકપની પણ આગેવાની છોડવાનું જાહેર કરી દીધું હતું.

દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાંથી પરત આવ્યા બાદ ભારતીય ટીમ ઘર આંગણે બે સિરીઝ રમશે. ફેબ્રુઆરીમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારતમાં ત્રણ વનડે અને ત્રણ ટી ટ્વેન્ટી મેચ રમશે. જેમાં રોહિત શર્મા આગેવાની કરશે. વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી પૂર્ણ થયા બાદ શ્રીલંકા સામે બે ટેસ્ટ અને ત્રણ ટી ટ્વેન્ટી મેચ રમશે. ટેસ્ટમાં કોહલી કેપ્ટન હશે. જ્યારે ટી ટ્વેન્ટીમાં રોહિતનું ફરી પુનરાગમન થશે.

વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકાની વિરૂદ્ધ સીરીઝ બાદ ખેલાડીઓ આઈપીએલ રમશે. એ પછી દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતના પ્રવાસે આવશે. જે અહીં 19 જૂન સુધી પાંચ ટી ટ્વેન્ટી મેચની શ્રેણી રમશે. આ શ્રેણી પૂર્ણ થયા બાદ ભારતની ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસ પર જશે. જ્યાં એક ટેસ્ટ, ત્રણ ટી ટ્વેન્ટી અને ત્રણ વનડે મેચ રમવાના છે. હાલ ભારતીય ટીમ ગત વર્ષે રમાયેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે. ચાર ટેસ્ટ બાદ પાંચમી ટેસ્ટ કોરોના મહામારીના કારણે નહોતી થઈ શકી.

ઈંગ્લેન્ડ સામેની શ્રેણી બાદ ટીમ ઈન્ડિયા સપ્ટેમ્બરમાં એશિયા કપ રમી શકે છે. જેનું શેડ્યુલ હજુ સુધી જાહેર નથી થયું. ઓક્ટોબર-નવેમ્બરમાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા જશે. જ્યાં ટી ટ્વેન્ટી વિશ્વકપમાં ભાગ લેશે. 2007 બાદ ભારતની ટીમ ક્રિકેટના મર્યાદિત ઓવરના ફોર્મેટમાં વિશ્વ વિજેતા બની નથી. રોહિત શર્માના ખભા પર જવાબદારી હશે. જ્યારે વિરાટ કોહલી માત્ર ત્રણ મેચમાં જ કેપ્ટન તરીકે જોવા મળશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments