Team Chabuk-Gujarat Deks: સુરતની ગ્રીષ્મા નામની યુવતીની હત્યાના કેસમાં આરોપી ફેનિલને આજે કોર્ટમાં રજૂ કરાયો હતો. આ દરમિયાન ચાલુ કાર્યવાહીમાં આરોપી ફેનિલ ગોયાણી બેભાન થઈ ગયો હતો. જેથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો અને તાત્કાલિક સારરવાર અપાઈ હતી. હોસ્પિટલમાં આરોપી ફેનિલને અંદાજિત દોઢ કલાક જેટલો સમય રાખવામાં આવ્યો હતો.
આરોપી ફેનિલને સિવિલમાં માનસિક અને મેડિસિન વિભાગના ડોક્ટરોએ ચેક કરી તબિયત નોર્મલ હોવાનું જણાવ્યું હતું. આરોપીએ માત્ર અશક્ત હોવાની ફરિયાદ કરી હતી જે બાદ તે ઢળી પડ્યો હતો. ડો.કમલેશ દવેએ આ અંગે જણાવ્યું હતું કે, મારા વિભાગમાં દાખલ કરવાની જરૂર નથી.
ઉલ્લેખનીય છે કે, ગ્રીષ્મા વેકરિયા કેસ સુરત કોર્ટમાં ચાલી રહ્યો છે. હાલ સાક્ષીઓની સુનાવણી ચાલી રહી છે. આ કેસને લઈને ફેનિલને સુરત લાજપોર જેલથી કોર્ટમાં લાવવામાં આવ્યો હતો.
મુખ્ય જિલ્લા ન્યાયાધિશ વિમલ કે. વ્યાસની કોર્ટમાં ચાલી રહેલા કેસમાં સાક્ષીઓની જુબાની રોજ 7 કલાક ચાલી રહી છે. કુલ 190 સાક્ષી છે. અત્યાર સુધીમાં વીડિયો ઉતારનારા શખ્સ અને ડોક્ટર સહિતની જુબાની લેવાઈ છે. આ કેસ મુદ્દે સરકારી વકીલ નયન સુખડવાલાએ કહ્યું હતું કે, આ સમગ્ર મેટર મહિના કે સવા મહિનામાં પુરી થાય એવી સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે, સુરતના કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીએ ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીની હત્યા થઈ હતી. એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણી નામના યુવકે ગ્રીષ્માના ઘર નજીક તેના પરિવારની સામે જ ગ્રીષ્માનું ગળુ કાપી હત્યા કરી હતી. આરોપીએ હત્યા બાદ આત્મહત્યાની પણ કોશિશ કરી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
