Homeગુર્જર નગરીસુરતઃ હીરા વેપારીના ઘરે ચોરી કરનારા અને હીરા ભરેલી બેગ તાપીમાં ફેંકનારા...

સુરતઃ હીરા વેપારીના ઘરે ચોરી કરનારા અને હીરા ભરેલી બેગ તાપીમાં ફેંકનારા આરોપી ઝડપાયા, આવી રીતે કરી હતી ચોરી

Team Chabuk-Gujarat Desk: સુરતમાં હીરા વેપારીના ઘરમાંથી હીરા ચોરી કરનારા બે આરોપી ઝડપાયા છે. જો કે, આરોપીઓએ કબૂલાત કરી છે કે, બેગમાં હીરા હોવાની જાણ ન હોવાથી તેમણે બેગ તાપી નદીમાં ફેંકી દીધુ હતું. તો બીજી તરફ પોલીસને શંકા છે કે આરોપી ખોટું બોલી રહ્યા છે જેને લઈને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

આરોપીએ સુરતના મોટા વરાછામાં હીરા વેપારીના બંગલામાં ખુલ્લી બારીમાંથી પ્રવેશી હીરા સહીત ૧૫.૪૫ લાખની ચોરી કરી હતી. આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે લેપટોપ બેગમાં હીરા હોવાની તેઓને જાણ ન હતી. જેથી તેઓએ બેગ તાપી નદીમાં ફેકી દીધી હતી. ઝડપાયેલા આરોપી રીઢા ગુનેગાર હોવાથી પોલીસને તેમની વાત પર વિશ્વાસ નથી. બે આરોપી પૈકી અજય ઉર્ફે બોડો નામનો આરોપીનું નામ ભૂતકાળમાં સચિન પોલીસ મથકમાં સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય, વાહન ચોરી અને પ્રોહિબિશનના ગુનામાં પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યું છે.

આ કેસમાં ડીસીબી પોલીસે બાતમીના આધારે ઉત્રાણ રામપાટ પાણીની ટાંકી પાસેથી અજય ઉર્ફે બોડો રામુ વસાવા અને રિક્ષા ડ્રાઈવર મુકેશ ઉર્ફે પપ્પુ રામશીરોમણ મોર્યાને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રૂપિયા ૮૦ હજારની કિમતની બાઈક ૨૦ હજારની કિમતના બે મોબાઈલ મળી કુલ ૧ લાખનો મુદામાલ કબજે કર્યો હતો.
પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે અજય બોડા ગ્રીલ મારફતે ઉપર ચડ્યો હતો ખુલ્લી બારીમાંથી લેપટોપ અને બેગની ચોરી કર્યા બાદ નીચે ઉતરી ગયો હતો. આ બાદ બેગમાં રહેલા ઓરીજીનલ ડૉક્યુમેન્ટ બંગલાની નજીક ખુલ્લા મેદાનમાં ફેકી દીધા હતા.

હાલ, પોલીસે આરોપી પાસેથી મુદામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે. સાથે જ તાપી નદીમાંથી બેગ શોધી કાઢવા કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે કહ્યું કે, સ્થાનિક પોલીસ અને ગોતાખોરની મદદથી બેગની શોધખોળ હાથ ધરાઈ છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments