Homeદે ઘુમા કેSuryakumar Yadav: ત્રણ વાર ગોલ્ડન ડક છતાં રોહિત સૂર્યકુમારને આપ્યું સમર્થન, કહી...

Suryakumar Yadav: ત્રણ વાર ગોલ્ડન ડક છતાં રોહિત સૂર્યકુમારને આપ્યું સમર્થન, કહી આ મોટી વાત

Team Chabuk-Sports Desk: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રણ વનડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને 2-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય બેટ્સમેન (Suryakumar Yadav ) સૂર્યકુમાર યાદવ માટે આ શ્રેણી ખૂબ જ ખરાબ રહી. ત્રણેય મેચોની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ (Suryakumar Yadav ) સૂર્યકુમાર યાદવ આખી શ્રેણીમાં માત્ર 3 બોલ જ રમી શક્યો. ત્રણે મેચમાં તે ગોલ્ડન ડકનો શિકાર બન્યો.

પ્રથમ બે મેચમાં ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ સ્ટાર્કે તેને (Suryakumar Yadav ) પેવેલિયનનો રસ્તો બતાવ્યો. જ્યારે ત્રીજી મેચમાં એશ્ટન અગરે તેને બોલ્ડ કરી દીધો. જો કે, આ બાદ પણ ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Suryakumar Yadav ) સૂર્યકુમાર યાદવના સમર્થનમાં જોવા મળ્યો

મેચ બાદ વાત કરતા રોહિત શર્માએ કહ્યું, “તે (Suryakumar Yadav ) સિરીઝમાં માત્ર ત્રણ બોલ રમ્યો. મને ખબર નથી કે તમે તેમાં કેટલું જોઈ શકો છો. તેને ત્રણ સારા બોલ મળ્યા. આજે મને નથી લાગતું કે તે સારો બોલ હતો. તેણે માત્ર ખોટો શોટ પસંદ કર્યો. કદાચ તેણે આગળ આવવું જોઈતું હતું. તે સૌથી સારી રીતે જાણે છે.”

ભારતીય કેપ્ટને એ પણ ખુલાસો કર્યો કે (Suryakumar Yadav ) સૂર્યાને છેલ્લે કેમ મોકલવામાં આવ્યો. રોહિત શર્માએ કહ્યું, “તે ખૂબ સારી રીતે સ્પિન રમે છે, તેથી જ અમે તેને રોકવા અને છેલ્લી 15 થી 20 ઓવરની ભૂમિકા આપવા માંગતા હતા. પરંતુ તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ હતું કે તે (Suryakumar Yadav ) શ્રેણીમાં માત્ર ત્રણ બોલ જ રમી શક્યો. આવું કોઈની સાથે પણ થઈ શકે છે. કાર્યક્ષમતા, ગુણવત્તા હંમેશા ત્યાં છે. તે અત્યારે તે તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે.

મહત્વનું છે કે, ચેન્નાઈમાં રમાયેલી ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયા 49 ઓવરમાં 269 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. રનનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા 49.1 ઓવરમાં માત્ર 248 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ 54 રન ફટકાર્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments