Team Chabuk-Gujarat Desk: સુરતમાં બેંકના એલિવેશનના કાચને આકાશ સમજીને અથડાતા રોઝી સ્ટર્લિંગ બર્ડના ટોળાનું સામૂહિક મોત થયું છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જેમાં પક્ષીઓને નીચે પડતાં જોઈ શકાય છે.
મળતી માહિતી મુજબ સુરતમાં જૂની આરટીઓ નજીક સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ.બેંકનું હેડ ક્વાટર આવેલું છે. અહી બિલ્ડિંગની ઈમારત પર એલિવેશનની ગ્લાસ વોલ લગાડવામાં આવી છે. અહીંથી પક્ષીઓનું ટોળું ઉડી રહ્યું હતું આ દરમિયાન કાચમાં આકાશનું પ્રતિબિંબ જોઈને પક્ષીઓનું ટોળું ધડાકાભેર અથડાયું હતું. ફૂલ સ્પીડમાં એકાએક પક્ષીઓ અથડાઈને નીચે પટકાયા હતા જેમાં 34 જેટલા પક્ષીના મોત થયા છે.
એલિવોશન વોલમાં અથડાયું પક્ષીનું ટોળું, ખુલ્લુ આકાશ સમજીને ઉડવા જતાં અથડાયા અને ટપોટપ નીચે પટકાયા#Surat #bird pic.twitter.com/5EoNX3UMyX
— thechabuk (@thechabuk) February 4, 2022
આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા લાગેલા સીસીટીવીમાં કેદ થઇ જવા પામી છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે પક્ષીઓ એલિવેશન સાથે અથડાઈને ટપોટપ નીચે પટકાય છે. આ ઘટનાને લઈને કામ કરતા કર્મચારીઓ પણ ચોકી ઉઠ્યા હતા. ત્યારબાદ સમગ્ર મામલે જીવ દયા સંસ્થાને પણ જાણ કરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, શિયાળાની ઋતુ દરમિયાન હિમાલય વિસ્તાર તરફથી રોઝી સ્ટારલિંગ બર્ડ સુરત આવે છે. આ પ્રવાસી પક્ષી આકાશમાં ઝૂંડમાં ઊડે છે. અવનવા કરતબ પણ કરે છે. અત્યંત ઝડપથી ઉડતા આ પક્ષીઓ એકાએક બિલ્ડિંગના એલિવેશનની ગ્લાસ સાથે અથડાયા હતા. આમ એક પ્રતિબિંબના કારણે એક સાથે 34 પક્ષીઓના ભોગ લેવાયા.
સુરતમાં મોટાભાગની ઈમારતો પર એલિવેશન કરવામાં આવ્યાં છે. કાચના એલિવેશન પક્ષીઓને દિશા ભ્રમિત કરનારા સાબિત થઈ રહ્યાં છે. સુરત મહાનગરપાલિકાએ આ પ્રકારના એલિવેશન ન કરવા પર ભાર મૂક્યો છે જો કે, શહેરમાં મોટા ભાગની ઈમારતો પર એલિવેશન જોવા મળી રહ્યાં છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત