Homeતાપણુંઉત્તર પ્રદેશની ‘મર્દ' પાર્ટીનો ‘ભાયડાછાપ’ ચૂંટણી ઢંઢેરો વાંચીને કહેશો એલા ભાઈ આ...

ઉત્તર પ્રદેશની ‘મર્દ’ પાર્ટીનો ‘ભાયડાછાપ’ ચૂંટણી ઢંઢેરો વાંચીને કહેશો એલા ભાઈ આ શું છે?

whatsapp group join link

Team Chabuk-Political Desk: ઉત્તર પ્રદેશમાં ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી એકબીજા પર આક્ષેપો પ્રતિ આક્ષેપો કરી પોતાના ઉમેદવારોને જીતાડવા માટે લોકોને અલગ અલગ વચનો આપી રહ્યા છે. બધા પક્ષો પોતાના ચૂંટણી ઢંઢેરા બહાર પાડી મતદારોને પોતાની તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ ઉત્તરપ્રદેશમાં એક એવી પાર્ટી પુરુષ કલ્યાણ મંત્રાલયની રચના કરવાનું વચન આપી બધાનું ધ્યાન પોતાના પર ખેંચ્યું છે.

મેરા અધિકાર રાષ્ટ્રીય દલ (MARD)

આ પાર્ટીએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું છે કે, જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો મહિલા કલ્યાણ મંત્રાલયની જેમ પુરુષ કલ્યાણ મંત્રાલયની રચના કરવામાં આવશે. આ પક્ષનું માનવું છે કે પુરુષોનું ખૂબ શોષણ થઈ રહ્યું છે. આ પક્ષનું નામ છે મેરા અધિકાર રાષ્ટ્રીય દલ (MARD) જેને ટૂંકા નામમાં ‘મર્દ’ પણ કહી શકીએ છીએ.

પુરુષ હિત સર્વોપરી

MARD પક્ષનું રજીસ્ટ્રેશન વર્ષ 2018માં થયું હતું. આટલું જ નહીં મર્દ પાર્ટીએ વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં લખનઉ અને વારાણસી બેઠક ઉપર ઝંપલાવ્યું પણ હતું. ચૂંટણી ઢંઢેરાની મુખ્ય બાબત અંગે વાત કરતા મર્દ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ કપિલ મોહન ચૌધરી કહે છે કે, અમે સત્તામાં આવશુ તો પુરુષ કલ્યાણ મંત્રાલય અને રાષ્ટ્રીય પુરુષ આયોગની પણ રચના કરાશે. જેના કારણે પુરુષોના મુદ્દા ઉપર વિચાર કરી શકાય.

મેન હેલ્પલાઇન શરૂ કરાશે

તેમણે પુરુષોના હિત, સુરક્ષા અને ગરિમા સંબંધિત નીતિ પણ એવી રીતે જ બનાવવામાં આવશે. તેમજ પુરુષ સુરક્ષા વિધાયક લાવવાનો પણ પ્રયાસ કરવામાં આવશે. તેમણે કહ્યું તે ઘણા પક્ષપાતી મહિલા કાયદાઓ વિરુદ્ધ ધ્યાન દેવા માટે  મેન હેલ્પલાઇન શરૂ કરવામાં આવશે. શ્રી ચૌધરીએ ચૂંટણીના મેદાનમાં ઝંપલાવવાનું કારણ બતાવતાં જણાવ્યું કે અડધી વસ્તી એટલે કે પુરુષો સાથે સહાનુભૂતિ રાખવા માટે આવ્યા છીએ. અમે મહિલા સશક્તિકરણની બિલકુલ  વિરોધમાં નથી. પરંતુ જ્યારે મહિલાના સશક્તિકરણ નામ ઉપર પુરુષોનું શોષણ શરૂ થાય છે ત્યારે પુરુષ આયોગની જરૂરિયાત છે.

બાળકોને હોમવર્ક નહીં

મહિલા તુષ્ટિકરણ રોકવામાં આ, કારણ કે મહિલા તૃષ્ટિકરણના નામ ઉપર પુરુષ વિરુદ્ધ દુષ્પ્રચારને રોકવામાં આવે. પાર્ટીએ પોતાના ઢંઢેરામાં જાહેરાત કરી કે બધા બાળકોને હોમ વર્ક આપવાને બદલે ગામ અથવા કોલોનીમાં  દાદા દાદી પાઠશાળા બનાવવામાં આવશે. જેમાં બાળકો પોતાના દાદા-દાદીના અનુભવ પણ શીખશે.

489A ના દુરુપયોગ બાબતે જાગૃતિ

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ‘લડકી હું, લડ સકતી હું’ નારો આપ્યો છે, એ અંગે પૂછતાં ચૌધરીએ જણાવ્યું કે લડાઈ શબ્દનો ઉપયોગ કરવાનો અર્થ શું હોઈ શકે? એનો અર્થ શિક્ષણ હોઈ શકે છે. એમને છોકરીઓને શિક્ષિત કરવી જોઈએ. પોતાના પક્ષને મહિલાનું સમર્થન પ્રાપ્ત છે એવો દાવો કરતા વર્ષ 2019માં વારાણસીમાંથી ચૂંટણી લડેલા આસુતોષ પાંડે કહે છે કે, ફોર્મ ભરતી વખતે જે ટેકેદાર હોય તેમાંથી મારી બધી ટેકેદારો મહિલાઓ હતી. મજાકના અંદાજમાં આશુતોષ પાંડે કહે છે કે અમે લોકોએ આઈપીસીની કલમ 498A (દહેજ ઉતપીડન)ના દુરુપયોગ બાબતે જાગૃત કરી રહ્યા છીએ. મને પણ 498 સામાન્ય મત અને એક પોસ્ટલ બેલેટ મળ્યું હતું. આનો બીજો મતલબ એ પણ છે મને 498આ વોટ મળ્યા. 

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments