Homeગુર્જર નગરીસુરતનો ઈમાનદાર રિક્ષાવાળો: 2.40 લાખ ભરેલી બેગ વિધવાને પરત આપી, રિક્ષાવાળાની આ...

સુરતનો ઈમાનદાર રિક્ષાવાળો: 2.40 લાખ ભરેલી બેગ વિધવાને પરત આપી, રિક્ષાવાળાની આ વાત દીલ જીતી લેશે !

Team Chabuk-Gujarat Desk: સુરતમાં એક રિક્ષાવાળાએ વિધવા મહિલાને 2 લાખ 40 હજાર રૂપિયા ભરેલી બેગ પરત કરી પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહણર પુરું પાડ્યું છે. અશોક સુદામ ખરાડે નામના આ રિક્ષાચાલકના ઠેર ઠેર વખાણ થઈ રહ્યા છે.

રિક્ષા ચાલક અશોક સુદામ ખરાડે કહ્યું હતું કે, બે કમાઉ દીકરા છે અને એક દીકરી છે. રોજના 500 રૂપિયાની આવકમાં સહપરિવાર બે સમયનું ભોજન કરી લઈએ છીએ પછી બેઈમાની કેમ કરું ?  રિક્ષાવાળાની આ વાતે લોકોને દીલ જીતી લીધા છે અને સોશિયલ મીડિયા પર પ્રેમ વરસાવી રહ્યા છે.

બીજી તરફ પીડિત મહિલાએ કહ્યું હતું કે મને કોઈ આશા ન હતી. પતિના સપનાનું ઘર બનાવવા એમના પેન્શનના રૂપિયા ઉપાડી ઘરે જતી હતી. રિક્ષામાંથી ઉતરી ગયા બાદ હાથમાં બેગ ન હોવાનો અહેસાસ કરતા આંખ છલકાય ગઈ હતી. જોકે, ઈમાનદાર રીક્ષાવાળો હતો સામેથી ફોન કરીને કહ્યું હતું કે, બહેન તમારી કિંમતી વસ્તુ મારી પાસે છે ચિંતા ન કરતા.

આ અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે લગભગ એક વાગ્યાની આજુબાજુ એક વિધવા મહિલા પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા અને રૂપિયા 2.40 લાખ ભરેલી બેગ રિક્ષામાં ભૂલી ગયા હોવાની ફરિયાદ આપી હતી. તાત્કાલિક સ્થળ વિઝિટ કરી ત્યાંના સીસીટીવી કેમેરા અને કંટ્રોલ રૂમના સીસીટીવી કેમેરા ચેક કરી રિક્ષા નંબર મેળવ્યો હતો. રિક્ષાવાળા ભાઈના ઘરે ગયા તો પાડોશીએ કહ્યું કે, એ તો એક મુસાફરના રૂપિયા આપવા પોલીસ સ્ટેશન ગયા છે. બસ આ અમારી ચિંતા દૂર થઈ ગઈ. આમ, માત્ર 2 કલાકમાં જ વિધવા બહેનને એમના રૂપિયા ભરેલી બેગ મળી ગઈ, ખૂબ જ આનંદ થયો, પોલીસ કામગીરીના કેરિયરમાં આવા રિક્ષાવાળાને મળીને ખરેખર ખુશી થાય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments